<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

BRTS ડ્રાઈવરે રસ્તામાં અકસ્માત જોયો તેમાં પત્નીનું મોત: છતાં નહોતી જાણ: અમદાવાદમાં કરુંણ ઘટના

પત્નીએ ફોન કરીને કહ્યું હતું કે, ભાવસાર હોસ્ટેલથી ચાલતી ઘરે જઈ રહી છું. થોડીવારમાં જ વિજયભાઈ બસ લઈને ભાવસાર હોસ્ટેલ પાસેથી નીકળ્યા ત્યારે રસ્તા ઉપર અકસ્માત થયેલો જોવા મળ્યો હતો.

અમદાવાદમાં ભાવસાર હોસ્ટેલ પાસે અકસ્માત થયાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતની માન્યામાં ના એવી વિગત મુજબ, BRTS બસ લઈને નીકળેલા ડ્રાઈવરે અકસ્માત જોયો હતો. જેમાં અકસ્માતમાં મરનાર તેના પત્ની જ હતાં. મહત્ત્વનું કે, ભાવસાર હોસ્ટેલ પાસે અકસ્માતમાં મહિલા અને બાઈકસવારને ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, નવા વાડજમાં રહેતા વિજયભાઈ ચોવરે BRTS રૂટ ઉપર બસ ચલાવે છે. ગત તારીખ 22ના સાંજે સાડા 7 વાગ્યાના અરસામાં પત્નીએ ફોન કરીને કહ્યું હતું કે, ભાવસાર હોસ્ટેલથી ચાલતી ઘરે જઈ રહી છું. થોડીવારમાં જ વિજયભાઈ બસ લઈને ભાવસાર હોસ્ટેલ પાસેથી નીકળ્યા ત્યારે રસ્તા ઉપર અકસ્માત થયેલો જોવા મળ્યો હતો.

(1:12 PM IST)