તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો કાર અને બાઇક વચ્ચે સર્જાયો : એક પોલીસ કર્મી સહિત 3 લોકોના મોત
ત્રણેય મિત્રો લગ્ન પ્રસંગે કવાંટ ગયા હતા અને ત્યાંથી પરત ફરતા આ અકસ્માત સર્જાયો : મુકેશ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હતા જ્યારે અન્ય બે વ્યક્તિઓ સુરેશ રાઠવા અને હરેશ રાઠવાએ પીએસઆઇની પરીક્ષા આપી હતી

વડોદરા તા.૨૫ : વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો કાર અને બાઇક વચ્ચે સર્જાયો હતો.જેમાં એક પોલીસ કર્મી સહિત 3 લોકોના મોત થયા છે.
વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.. આ અકસ્માત બોલેરો કાર અને બાઇક વચ્ચે સર્જાયો હતો.જેમાં એક પોલીસ કર્મી સહિત 3 લોકોના મોત થયા. બે વ્યક્તિઓ ઘટનાસ્થળેજ મોતને ભેટ્યા હતા તો એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયું. અકસ્માત બાદ બોલેરો ચાલક ફરાર થઇ ગયો હતો.
મુકેશ રાઠવા કે જે પોલીસ કર્મી હતા ઉપરાંત સુરેશ રાઠવા અને હરેશ રાઠવા ત્રણેય મિત્રો હતા અને ત્રણેય લગ્ન પ્રસંગે કવાંટ ગયા હતા અને ત્યાંથી પરત ફરતા આ અકસ્માત સર્જાયો હતો.. મુકેશ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હતા જ્યારે અન્ય બે વ્યક્તિઓ સુરેશ રાઠવા અને હરેશ રાઠવાએ પીએસઆઇની પરીક્ષા આપી હતી તેવું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
અકસ્માત બાદ સુરેશ રાઠવા અને હરેશ રાઠવાના ઘટનાસ્થળેજ મોત થયા જ્યારે મુકેશ રાઠવાનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
