<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ગુજરાતના મોટાભાગના શહેરમાં વિરોધ પ્રદર્શન : સુરતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંતકવાદના વિરોધમાં આંતકવાદની અંતિમયાત્રા : વિરોધ પ્રદર્શન વખતે આતંકવાદીના પૂતળાંને ફાંસીએ લટકાવ્યો

આંતકવાદીઓને તાત્કાલિક જવાબ આપવાની માગ સાથે આંતકવાદીઓ સામે રોષ વ્યક્ત કર્યો : ગઢડામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર અડધો દિવસ બંધ રાખીને શ્રદ્ધાંજલિ પાઠવી

અમદાવાદ: ગત 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં TRFના આતંકીઓએ ધર્મના આધારે 27 હિન્દુ પુરુષ સહિત અન્ય એક એમ 28 લોકોની હત્યા કરી હતી. આ પછી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારમાં રેલી સંબંધોતી વખતે કહ્યું છે કે, આતંકી અને તેમના આકાએ કલ્પના ના કરી હોય એવી સજા આપવામાં આવશે. આ ઉપરાંત આતંકી હુમલાને લીધે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના મોટાભાગન શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

મળતી વિગત મુજબ, પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશ સહિત રાજ્યમાં અનેક વિસ્તારમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેમાં સુરતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંતકવાદના વિરોધમાં આંતકવાદની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ ઉપરાંત વિરોધ પ્રદર્શન વખતે બ્રિજ પર આતંકવાદીના પૂતળાંને ફાંસીએ લટકાવ્યો હતો. તો વિજયનગરના ચિઠોડામાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી શ્રદ્ધાજંલિ આપી હતી. આ ઉપરાંત મહિસાગરના વીરપુરમાં આજે આખો દિવસ બજારો બંધ રાખીને વિરોધ કર્યો હતો.

આ સાથે જ સુરેન્દ્રનગરના પાટડીમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળી પહલગામમાં થયેલા હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો. તો બોટાદના ગઢડામાં શ્રદ્ધાજંલિસભાનું આયોજનમાં આંતકવાદીઓને તાત્કાલિક જવાબ આપવાની માગ સાથે આંતકવાદીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગઢડામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર અડધો દિવસ બંધ રાખીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી લોકો તેના પરથી ચાલ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

(4:37 PM IST)