તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં ગુજરાતની મોટી સફળતા : રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછો ૨.૬૩ ટકા છૂટક ફુગાવો નોંધાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નીતિઓના પરિણામે મોંઘવારી પર અસરકારક નિયંત્રણ : મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીમાં પણ ગુજરાતનું શાનદાર પ્રદર્શન : ગ્રામીણ વિસ્તારોમાં શહેરો કરતાં ઓછો ફુગાવાનો દર

ગાંધીનગર: વૈશ્વિક સ્તરે મોંઘવારી એક ગંભીર સમસ્યા બની રહી છે ત્યારે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ઝડપી આર્થિક વિકાસની સાથે ફુગાવાને કાબૂમાં રાખવામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, માર્ચ ૨૦૨૫ માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ગુજરાતનો વાર્ષિક છૂટક ફુગાવાનો દર માત્ર ૨.૬૩ ટકા નોંધાયો છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૩.૩૪ ટકા કરતાં ૦.૭૧ ટકા જેટલો ઓછો છે. આ આંકડો ઘણા મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીમાં પણ ઓછો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ‘વિઝન વિકસિત ગુજરાત કા, મિશન જનકલ્યાણ કા’ની પ્રતિબદ્ધતા સાથે રાજ્યના આધુનિક વિકાસની સાથે ‘ઇઝ ઓફ લિવિંગ’ની દિશામાં પણ કાર્યરત છે. એક તરફ સરકાર વિકાસ અને રોકાણ વધારવા માટે નવા ઉભરી રહેલા ક્ષેત્રોમાં નવી નીતિઓ ઘડી રહી છે, તો બીજી તરફ નાગરિકો માટે રોજબરોજની જીવનજરૂરી વસ્તુઓની કિંમતો સ્થિર રાખવા માટે પણ વિશેષ પ્રયાસો કરી રહી છે.
ગુજરાત સરકારે સુઆયોજિત નીતિગત પગલાંઓ દ્વારા ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી છે, જેના પરિણામે માર્ચ ૨૦૨૫ માટે રાજ્યનો સરેરાશ ફુગાવાનો દર ૨.૬૩ ટકા રહ્યો છે. આંકડાઓ મુજબ, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાનો દર ૨.૬૧ ટકા નોંધાયો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ દર ૨.૭૦ ટકા રહ્યો છે, જે ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ થોડો વધારે છે. નોંધનીય છે કે આ બંને આંકડાઓ રાષ્ટ્રીય ગ્રામીણ સરેરાશ ૩.૨૫ ટકા અને રાષ્ટ્રીય શહેરી સરેરાશ ૩.૪૩ ટકા કરતાં ઘણા ઓછા છે. આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રામ વિકાસલક્ષી નીતિઓના કારણે રાજ્યના ગામડાઓમાં છૂટક વસ્તુઓ શહેરો કરતાં સસ્તી થઈ છે અને મોંઘવારી ઓછી છે. રાજ્ય સરકારની અનેક યોજનાઓ ખેડૂતલક્ષી અને ગ્રામ વિકાસને કેન્દ્રમાં રાખનારી છે, જેના કારણે ગામડાં સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે.
‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝન સાથે આર્થિક વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહેલા ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં ફુગાવાના દરને નિયંત્રિત કરવો એક મોટો પડકાર છે. તેમ છતાં, સરકારની રાજકોષીય સમજદારી, પુરવઠા શૃંખલામાં સુધારા, સ્પર્ધાને પ્રોત્સાહન, કાર્યક્ષમ બજાર નિયમન અને લઘુત્તમ ટેકાના ભાવ તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા જેવી ખાદ્ય ભાવ વ્યવસ્થાપન પહેલોને કારણે ફુગાવો નોંધપાત્ર રીતે નિયંત્રણમાં રહ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતે ભાવ સ્થિરતા તેમજ ઝડપી આર્થિક વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ઉત્તમ સંતુલન જાળવ્યું છે.
ગુજરાત દ્વારા કાર્યક્ષમ રીતે ફુગાવાના સંચાલનનું આ પરિણામ છે કે રાજ્યએ મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીમાં પણ ફુગાવાને કાબૂમાં રાખવાની બાબતમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના તાજેતરના આંકડાઓ અનુસાર, ઉત્તરપ્રદેશ (૩.૦૧%), બિહાર (૩.૧૧%), મધ્યપ્રદેશ (૩.૧૨%), રાજસ્થાન (૨.૬૬%), છત્તીસગઢ (૪.૨૫%), પશ્ચિમ બંગાળ (૩.૧૭%), કર્ણાટક (૪.૪૪%), મહારાષ્ટ્ર (૩.૮૬%) અને તમિલનાડુ (૩.૭૫%) જેવા મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીએ ગુજરાત ૨.૬૩ ટકાના દર સાથે ફુગાવા પર નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યું છે. બીજી તરફ, કેરળ ૬.૫૯ ટકાના ફુગાવાના દર સાથે દેશમાં સૌથી વધુ મોંઘવારી દર ધરાવતું રાજ્ય બન્યું છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
