<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1406 રૂપિયા સુધી બોલાયો : જાણો 22 યાર્ડમાં શું હતા ભાવ

ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 510.07 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 21 માર્કેટ યાર્ડમાં કુલ 510.07 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1406 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1038 રૂ. અને નીચો ભાવ 850 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1370 રૂ., સોનગઢમાં 1358 રૂ., વિસાવદરમાં 1196 રૂ., જેતપુરમાં 1186 રૂ., કાલાવડમાં 1112 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 510.07 ટન મગફળીની આવક થઇ છે.

(8:23 PM IST)