તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1625 રૂપિયા બોલાયો : જાણો 32 યાર્ડમાં શું રહ્યા હતા ભાવ
ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 1,303.48 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 1,303.48 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1625 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1543 રૂ. અને નીચો ભાવ 1410 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ઉનાવામાં 1600 રૂ., બોટાદમાં 1597 રૂ., સિદ્ધપુરમાં 1565 રૂ., કડીમાં 1561 રૂ., સાવરકુંડલામાં 1553 રૂ., ગોંડલમાં 1531 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,303.48 ટન કપાસની આવક થઇ છે.


(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
