<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

અમદાવાદના ત્રણ દરવાજા ખાતે ફાયરિંગ કરનારો હાપુરાનો મોહમદ અસ્ફાક ઉર્ફે અરછી શેખ ઝડપાયો

SOG ક્રાઈમે, દેશી પિસ્ટલ સાથે ધરપકડ કરી: રોડ પર કોઈ ના હોવાથી આરોપી અસ્ફાકએ હવામાં ફાયરિંગ કર્યું હતું.

અમદાવાદના ત્રણ દરવાજા પાસે રોડ પર ફાયરિંગ કરનાર શખ્સ ઝડપાયો છે. જુહાપુરાનો મોહમદ અસ્ફાક ઉર્ફે અરછી શેખની  SOG ક્રાઈમે, દેશી પિસ્ટલ સાથે ધરપકડ કરી છે.

  આરોપી મોહમદ અસ્ફાક તેના મિત્રો સાથે ત્રણ દરવાજા ગયો હતો. રોડ પર કોઈ ના હોવાથી આરોપી અસ્ફાકએ હવામાં ફાયરિંગ કર્યું હતું. આરોપી પોતાના શોખ માટે હવામાં ફાયરિંગ કર્યું. SOG ક્રાઈમ એ વધુ તપાસ શરૂ કરી છે.

(9:54 PM IST)