<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

સુરતમાં કરોડો રૃપિયાના વીમો પકવવાના કૌભાંડનો પર્દાફાશ

હોસ્પિટલનાં ડોક્યુમેન્ટ્સનું ક્રોસ વેરિફિકેશન કરતાં ભાંડો ફૂટ્યોઃસુરતની કાપોદ્રા પોલીસે બે મહિલા સહિત ૧૦ સામે ગુનો નોંધવામાં આવ્યો છે

સુરત: સુરતમાં પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલમાં હાર્ટએટેકનાં ખોટા રિપોર્ટ જનરેટ કરી રૃપિયા ૫ કરોડનું વીમો પકવવાનું રેકેટ ઝડપાયું છે. હોસ્પિટલનાં ડોક્યુમેન્ટ્સનું ક્રોસ વેરિફિકેશન કરતાં ભાંડો ફૂટ્યો છે. સુરતની કાપોદ્રા પોલીસે બે મહિલા સહિત ૧૦ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરતમાં પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલમાં કરોડો રૃપિયાનું વીમો પકવવાનું કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. હાર્ટએટેકના ખોટા રિપોર્ટ જનરેટ કરી કરોડો પડાવ્યા છે. વીમો પકવવા પીપી સવાણી અને ડાયમંડ હોસ્પિટલના નામે ખેલ ખેલાયો છે. ખોટા રિપોર્ટ થકી રૃપિયા ૫ કરોડનો વીમો પકવવાનું રેકટ ઝડપાયું છે. ખોટા રિપોર્ટ, ખોટા સિક્કા અને તબીબોની સહીઓ પણ બોગસ નીકળતાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. વીમા કંપનીએ દર્દીઓના ડોક્યુમેન્ટ્સનું ક્રોસ વેરિફિકેશન કરતા કૌભાંડ બહાર આવ્યું છે. તપાસમાં સામે આવ્યું હતું કે, દર્દીઓએ હૃદય રોગના લક્ષણો સાથે માત્ર પ્રાથમિક સારવાર લીધી હતી. ખોટા રિપોર્ટ જનરેટ કરી રૃપિયા ૫.૫૨ કરોડ ઉસેટી લેવાનો પ્લાન વીમા કંપનીએ નાકામ કર્યો છે. ૫ વીમા કંપની પાસે ખોટા રિપોર્ટ દ્વારા ક્લેમ કરવામાં આવ્યો હતો. વીમા કંપનીએ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરતા ભાંડો ફૂટ્યો હતો. ૧૦ પૈકી ૮ દર્દી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં મળી આવ્યા હતા. સુરતની કાપોદ્રા પોલીસે બે મહિલા સહિત ૧૦ સામે ગુનો નોંધ્યો છે. નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં ડાયમંડ હોસ્પિટલમાં સારલાર લઈ ચુકેલા ૪ દર્દીઓએ ૧ કરોડ, ૫૦ લાખ, ૪૯.૫૦ લાખના વીમા ક્લેમ કર્યા હતા. વીમા કંપનીઓએ દાવાઓની ચકાસણીમાં ગેલફેલ દેખાતા શંકાના આધારે ઊંડી તપાસ શરૃ કરી હતી. દર્દીઓના જે તે એટેચ કરેલા રિપોર્ટની ખરાઈ કરતા માલૂમ પડ્યું કે તે હોસ્પિટલમાં કાઢવામાં જ નહોતા આવ્યા. તબીબોના સહી-સિક્કા બોગસ જણાતા હોસ્પિટલમાં ૨.૪૯ કરોડનું વીમા ફ્રોડ અંગે પોલીસ તપાસ કરી રહી હતી. વધુમાં પીપી સવાણી હોસ્પિટલમાં પણ આ જ મોડસ ઓપરેન્ડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. પીપી સવાણી હાર્ટ ઈન્સ્ટિટ્યુટમાં ૬ દર્દીઓ દ્વારા ૩.૩ કરોડનો મેેડિક્લેમ પકવવાની કોશિશ થઈ હતી. કાપોદ્રા પોલીસે બંને હોસ્પિટલોનાં સંચાલકોની ફરિયાદનાં આધારે ગુનો નોંધી તપાસ આગળ ધપાવી હતી.

ડાયમંડ હોસ્પિટલમાં વીમો ક્લેઇમ કરનાર આરોપી,  રકમ

નયન ધીરૃ દેસાઇ ૫૦ લાખ રૃપિયા

જીગદીશ લાલજી કાછડિયા ૪૯.૫૦ લાખ રૃપિયા

ઘનશ્યામ ગોવિંદ પેઘડિયા ૪૯.૫૦ લાખ રૃપિયા

અરુણાબેન સાગર ભટ્ટ ૧ કરોડ રૃપિયા

પી.પી. સવાણી હોસ્પિટલમાં વીમો ક્લેઇમ કરનાર આરોપી,  રકમ

કેતન બાબુ ઢોલરીયા ૪૯.૯૦ લાખ રૃપિયા

જયાબેન ધીરુ ચોડવડિયા ૨૯ લાખ રૃપિયા

બિપીન દેવરાજ ભંડેરી ૧.૧૦ કરોડ રૃપિયા

કમલેશ લાલજી સુહાગીયા ૧૫ લાખ રૃપિયા

સતીષ મધુ ધડુક ૫૦ લાખ રૃપિયા

પ્રતીક અરવિંદ વઘાસિયા ૫૦ લાખ રૃપિયા

(10:25 PM IST)