<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

તાંદલજાના સંતોષ નગરમાં સસ્તા અનાજની દુકાનમાં મોડી રાત્રે ચેકિંગ

સસ્તા અનાજની આ દુકાન સૌથી મોટી હોવાનું માનવામાં આવે છેઃઅનાજના જથ્થા સહિત જરૃરતમંદોને આપેલા અનાજ-કઠોળના અનેક ગેરરીતિઓ હોવાની આશંકા સિવાય રહી છે

વડોદરા: વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ તાંદલજા ખાતે સંતોષ નગરમાં આવેલી સસ્તા અનાજની સરકારી દુકાન પર મહેસાણા પુરવઠા વિભાગની ટીમે મોડી રાત્રે ચેકિંગ શરૃ કરતા અનાજના જથ્થા સહિત જરૃરતમંદોને આપેલા અનાજ-કઠોળના અનેક ગેરરીતિઓ હોવાની આશંકા સિવાય રહી છે. તાંદલજા વિસ્તારમાં સસ્તા અનાજની આ દુકાન સૌથી મોટી હોવાનું માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે તાંદળજા વિસ્તારના સંતોષ નગરમાં સસ્તા અનાજની દુકાન સૌથી વધુ ગ્રાહકો ધરાવતી હોવાનું કહેવાય છે. આ દુકાન સંચાલક દ્વારા અનાજનો પુરવઠો જરૃરત મંદોને અનિયમિત રીતે મળતો હોવાની વારંવાર ફરિયાદો ઉઠી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ ફરિયાદોના આધારે મહેસાણા પુરવઠા વિભાગની ટીમે ગઈ રાત્રે અચાનક દરોડો પાડયો હતો.  જેમાં અનાજનો પુરવઠો અને સ્ટોક પત્રકમાં ગેરરીતિઓ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ગ્રાહકોને પણ પ્રતિ માસ અપાતો અનાજનો જથ્થો પણ નિયમિત રીતે મળતો નહીં હોવાની ફરિયાદો ઉઠી હતી.

(10:30 PM IST)