<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

વિશ્વામિત્રીની કામગીરી માટે હજુ ૧૨૦૦ કરોડ કોર્પોરેશનને મળ્યા નથી : કોંગ્રેસ

પૂર નિવારણ માટે કોર્પોરેશનના અને ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં ૧૨૦૦ કરોડ આપ્યા નથી

વડોદરા:વડોદરામાં પૂરના આવે તે માટે ગુજરાત સરકારે અગાઉ વિશ્વામિત્રીના પૂરને રોકવા માટે ૧,૨૦૦ કરોડ રૃપિયાની જાહેરાત કરી હતી, પરંતુ ૧,૨૦૦ કરોડ રૃપિયા હજુ સુધી આપ્યા નથી.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી આજે વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યા હતા અને તેમણે જે કંઈ વાતો કરી છે તેના આધારે કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ મહિલા નેતાએ તેમને પત્ર લખીને કહ્યું છે કે ગુજરાત સરકારે હજુ સુધી ૧,૨૦૦ કરોડ રૃપિયાની ફાળવણી સંદર્ભે કોર્પોરેશનને ઓપચારિક પત્ર પણ મોકલ્યો નથી.

પૂર નિવારણ માટે કોર્પોરેશનના અને ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં ૧૨૦૦ કરોડ આપ્યા નથી. ભૂતકાળમાં પણ વડોદરામાં ગુજરાતી રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજ માટે ૨૩૦ કરોડ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની સામે માત્ર ૭૬ કરોડ રૃપિયા આપ્યા હતા અને બાકીનો ખર્ચ કોર્પોરેશનને લોકોના વેરાના પૈસામાંથી ઉઠાવ્યો હતો.

 

 

(10:32 PM IST)