તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો: વલસાડ અને નવસારી જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટા
ઉમરગામ અને ખેરગામના રૂમલા ગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ, રસ્તાઓ ભીના થયા કમોસમી વરસાદથી ચીકુ અને આંબા પર ફળો ખરી પડવાનો અને તેમાં જીવાત લાગવાનો ભ

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો હતો. વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો હતો. આકાશ વાદળછાયું બન્યું હતું અને કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર આવેલા ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. આ વરસાદી ઝાપટાને કારણે રસ્તાઓ ભીના થયા હતા અને ગરમી તથા ઉકળાટના માહોલમાંથી લોકોને થોડી રાહત મળી હતી. જોકે, આ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
બીજી તરફ, નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ખેરગામ તાલુકાના રૂમલા ગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ આંબા પર હજી કેરી બરાબર બેડવાની બાકી હોય તેવા સમયે પડેલા કમોસમી વરસાદે પાકની સ્થિતિ બગાડી છે. ખેડૂતોને ભય છે કે આ કમોસમી વરસાદથી ચીકુ અને આંબા પર ફળો ખરી પડવાનો અને તેમાં જીવાત લાગવાનો ભય છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
