તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ખાલી જગ્યા ભરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી
ચોથી જુલાઈએ પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા કોર્ટે આદેશ આપ્યો

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજી પર ઝડપથી કાર્યવાહી હાથ ધરવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ ઉપરાંત ભરતીને લઈને ચોથી જુલાઈએ પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા પણ કોર્ટે આદેશ આપ્યો છે.
અરજદારે અરજીમાં કહ્યું હતું કે, કોર્ટ રાજ્ય સરકારને ભરતી કરવા માટે આદેશ આપે. ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પ્રેસિડેન્ટ મેમ્બર્સ તેમજ સહાયક સ્ટાફની ખાલી જગ્યા ભરવા માંગ કરાઈ છે
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
