<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

દહેગામમાં વેપારીઓ સજ્જડ બંધ પાળીને પહેલગામની આતંકી ઘટનાનો વિરોધ નોંધાયો

વારાહી માતાના મંદિરથી સેવા સદન સુધી મૌન રેલી કાઢીને મામલતદાર દહેગામને આવેદનપત્ર અપાયું આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરી

ગાંધીનગરના દહેગામ શહેરના ત્રણ હજારથી પણ વધુ વેપારીઓ સજ્જડ બંધ પાળીને પહેલગામની ઘટનાનો વિરોધ નોંધાયો હતો,વારાહી માતાના મંદિરથી સેવા સદન સુધી મૌન  રેલી કાઢીને મામલતદાર દહેગામને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી. 

 દહેગામમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ વેપારીઓએ પણ બંધને ટેકો જાહેર કર્યો હતો અને પહેલગામની ઘટનાને તેમણે પણ વખોડી કાઢી હતી,દહેગામ મામલતદારને આવેદન આપીને પહેલ ગામની ઘટનાના આતંકીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરી.

(1:59 PM IST)