તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 26th April 2025
વડોદરાના અટલાદરા વિસ્તારમાં વિબ્યોર સ્કૂલના સંચાલકો FRCના નિયમને ધોળીને પી ગયા : પ્રદર્શન કરવાના ટાણે અહીં પહોંચેલી પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ABVPના કેટલાક કાર્યકર્તાઓના કપડા ફાડી નાખ્યા : એક કાર્યકર બેશુદ્ધ
ફી નો વિવાદ કોર્ટમાં પેન્ડિંગ છે, છતાં ABVP વિરોધ કરે છે. ABVP સ્કૂલમાં આવી ગુંડાગર્દી કરે છે અને ભયનો માહોલ ઉભો કરે છે. શિક્ષકોને કલમ છોડવા ABVP એ મજબૂર કર્યા છે : વિબ્યોર સ્કૂલના પ્રિન્સિપાલ મયુર પાટડિયા

વડોદરા:વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ વિબ્યોર સ્કૂલના સંચાલકો FRCના નિયમને ધોળીને પી ગયા છે. જે મામલે આજે ABVPના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાના ટાણે અહીં પહોંચેલી પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓના કપડા ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક કાર્યકર બેશુદ્ધ થઈ જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ વિબ્યોર સ્કૂલ FRCના નિયમ પ્રમાણે વિદ્યાર્થીના વાલીઓ પાસેથી ફી વસુલી રહી નથી. આ અંગે અગાઉ વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં શાળા સંચાલકો FRCના નિયમને અનુસરવા તૈયાર ન હોવાના આક્ષેપ સાથે આજે ABVPના કાર્યકર્તાઓ દ્વારા સ્કૂલ સામે સૂત્રોચાર સહ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ABVPના અક્ષય રબારી સહિત બેથી ત્રણ લોકોના પોલીસે કપડા ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. આંદોલન વેળાએ સ્મિત પ્રજાપતિ નામનો કાર્યકર બેશુદ્ધ થઈ ઢળી પડ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ABVPના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વાલીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રાખવામાં આવશે.
સમગ્ર મામલે વિબ્યોર સ્કૂલના પ્રિન્સિપાલ મયુર પાટડિયાએ જાણાવ્યું હતું કે, ફી નો વિવાદ કોર્ટમાં પેન્ડિંગ છે, છતાં ABVP વિરોધ કરે છે. ABVP સ્કૂલમાં આવી ગુંડાગર્દી કરે છે અને ભયનો માહોલ ઉભો કરે છે. શિક્ષકોને કલમ છોડવા ABVP એ મજબૂર કર્યા છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
