News of Saturday, 26th April 2025
દાહોદ જિલ્લામાં 71 કરોડનું મનરેગા કૌભાંડ: 35 એજન્સી સામે ગુનો દાખલ :પોલીસ દ્વારા 4 કર્મચારીઓની ધરપકડ
દેવગઢ બારીયાના કુવા, રેઢાણા, ધાનપુરના સિમોઈમાં માત્ર દેખાડા પૂરતું કામ કરાયુંની ફરિયાદ : અધિકારી કર્મચારી વિગેરેની મિલીભગતથી કરોડોની રકમ પોતાના આર્થિક લાભ માટે ઉઠાવી મસમોટું કૌભાંડ આચર્યુ

દાહોદના દેવગઢ બારીઆ અને ધાનપુરમા મનરેગા યોજનામા 71 કરોડનો ભ્રષ્ટાચાર આચવામા આવ્યો હોવાના જીલ્લા વિકાસ અધિકારીના પ્રાથમિક અહેવાલ બાદ દાહોદ બી-ડીવીઝન પોલીસ મથકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલે ફરીયાદ નોંધાવી છે.
નાણાંકીય વર્ષ 2021થી 2025 સુધી 4 વર્ષના સમયગાળા દરમિયાન દેવગઢ બારીઆ તાલુકાના કુવા અને રેઢાણા જ્યારે ધાનપુર તાલુકાના સીમામોઈ ગામે અધુરી કામગીરીને પુર્ણ બતાવી કરોડોનુ કૌભાંડનું આચરવામા આવ્યુ હોવાની ફરિયાદ છે. 35 એજન્સીઓના પ્રોપાઈટર અને મનરેગા શાખાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
સમગ્ર માલે દાહોદ પોલીસે મનરેગા શાખાના 4 કર્મચારીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ, દેવગઢ બારીઆ તાલુકા પંચાયતની મનરેગા શાખાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરાઇ છે.
ધાનપુર તેમજ દેવગઢ બારીયાના ત્રણ ગામોમાં સ્થળ પર મનરેગાના 20% કામો પણ ન કરાયા માત્ર કાગળ ઉપર કામો પુર્ણ બતાવી આ આરોપીઓએ કૌભાંડ આચર્યું છે. માલ સમાન સપ્લાય કરનાર દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુરની 7 એજન્સીઓ સામે ગુનો દાખલ કરાયો છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
