News of Saturday, 26th April 2025
ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે:મધ્ય ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી તો અમદાવાદ-ગાંધીનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી થઇ શકે
મોરબી, સુરેન્દ્રનગર અને હળવદના ભાગોમાં આકરી ગરમી પડશે તાપમાન 44 ડિગ્રી સુધી જવાની શક્યતા તો રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં તાપમાન 43 ડિગ્રીથી વધું જઈ શકે: અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે હવે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી જશે તો અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રી સુધીમાં પહોંચી શકે છે.
આ સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી ૩૦ એપ્રિલ થી 5 મે સુધી ગરમીમાં વધઘટ રહી શકે છે. આ સાથે મે ની શરૂઆતમાં પ્રી મોન્સુન એક્ટિવીટી શરૂ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. જેમાં ઉત્તર ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ તાપમાન જઈ શકે છે. આ સાથે કચ્છના ભાગોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ થઈ શકે છે.
આ તરફ મોરબી, સુરેન્દ્રનગર અને હળવદના ભાગોમાં આકરી ગરમી પડશે તાપમાન 44 ડિગ્રી સુધી જવાની શક્યતા તો રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં તાપમાન 43 ડિગ્રીથી વધું જઈ શકે છે. આગામી 30 એપ્રિલ થી 5 મે સુધી ગરમી વધઘટ રહી શકે છે
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
