News of Sunday, 27th April 2025
નવ વર્ષથી મંત્રી અને અધિકારીઓની ખાતરી બાદ પણ ન્યાય નહી મળતા સવારથી ગોરા ગામ પાસે આવેલા નર્મદાના ત્રણ અસરગ્રસ્તો ટાવર ઉપર ચઢતા તંત્રમાં દોડધામ
ત્રણ ટાવર પર ચઢેલા અસરગ્રસ્તોમાં (૧)પ્રવીણ રણછોડ તડવી, પાણસોલી વસાહત,(૨)મહેશભાઈ વિક્રમભાઈ તડવી, સીમડિયા વસાહત(૩)બાલુભાઈ સેરાભાઈ તડવી, બરોલી વસાહતનો સમાવેશ:સરદાર સરોવર નર્મદા ડેમના અસરગ્રસ્તો ને ગુજરાત સરકારે આપેલા વચનો નિભાવ્યા નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમ ના અસરગ્રસ્તો પૈકીના ત્રણ અસરગ્રસ્તો સવારે અચાનક ગોરા ગામ પાસેના ટાવર ઉપર ચઢી જતા તંત્ર ના અધિકારીઓ દોડતા થયા હતા ત્યારે જ્યારે આવા અસરગ્રસ્તોને મધ્યપ્રદેશ માં નોકરી આપવામાં આવી છે જ્યારે રાજ્ય સરકાર અનેક વાર મિટીંગો કરી ને અસરગ્રસ્તો ને લાભ આપવાની ખાતરી આપીને તેઓને છેતરી રહી છે, વારંવાર રજૂઆત કરવા છતાંય અસરગ્રસ્તો ની માંગણી ના સંતોષાતા આખરે મોબાઈલ ટાવર ઉપર ચઢવા મજબૂર બન્યા
આ મુદ્દે અમે સાચી હકીકત જાણવા ઉપર ચઢેલા ત્રણ પૈકીના એક અસરગ્રસ્ત બાલુભાઈ સેરાભાઈ તડવી, બરોલી વસાહત સાથે ટેલિફોનીક વાત કરતા તેમણે જણાવ્યું કે અમે ત્રણ વ્યક્તિઓ ટાવર ઉપર ચઢ્યા છે હાલ ધમધોકતા તાપ મા લોખંડ ના ટાવર ને પકડીને ઊભું રહેવું પણ મુશ્કેલ છે અમારી પાસે પીવાનું પાણી નથી ત્યારે તેઓનું મોત પણ થાય તો કોણ જવાબદાર અધિકારીઓ આવી તમાશો જુએ છે.તેમણે વધુ માં હકીકત જણાવી કે 2016 થી 2017 ના વર્ષમાં અમે તમામ અસરગ્રસ્તો એ કેવડિયા કોલોની ખાતે હડતાળ કરી ત્યારબાદ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ભરત પડ્યા સાથે નિગમના અને પોલીસ અધિકારીઓ સાથે 17.07.2017 ના રોજ આ લોકો એ અમને ખાતરી આપી અમારી સાથે સમાધના કર્યું ત્યારબાદ પણ અમે કેટલીવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠકો કરી પરંતુ તમામ મિટીંગો માં ફક્ત આશ્વાશન જ મળ્યું છે માટે આ વાત ને નવ વર્ષ પૂર્ણ થવા છત્તા અમને કોઈજ ન્યાય નહી મળતા અમે આજે ફરી ત્રણ અસરગ્રસ્તો ટાવર ઉપર ચઢી અમારી માંગ કરી રહ્યા છે. જોકે તેમના જણાવ્યા મુજબ અધિકારીઓ ભલે ત્યાં આવી ગયા હોય પણ અમે અમારી માંગ સાથે હજુ ટાવર ઉપર જ બેઠા છીએ જ્યાં લોખંડની એંગલો છે, પીવા ના પાણી ની કોઈજ વ્યવસ્થા નથી જો સરકાર આટલા વર્ષો બાદ પણ આપેલ વચન નહી નિભાવતી હોય અને એમને ઉપર બેઠેલા માંથી કોઈને કઈ થશે તો જવાબદાર કોણ .?
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
