<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ડેડીયાપાડા તાલુકાના પીપલોદ ગામે થયેલ મર્ડરના હત્યારાને ગણતરીના કલાકોમા પકડી પાડતી નર્મદા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ ડેડીયાપાડા પો.સ્ટે.ના પીપલોદ ગામે રમીલાબેન મોતીસીંગભાઇ જેઠીયાભાઇ વસાવા( ઉ.વ.૪૮)( રહે. પીપલોદ, એકાણુફળીયુ, તા.ડેડીયાપાડા, જી.નર્મદા) નાઓને ઘરમા અથવા ઘરની બહારના ભાગે કોઇ અજાણ્યા ઇસમે ગળાના ભાગે અથવા તો ગળુ દબાવી મોત નીપજાવી ગુનો કરેલ હોય જે બાબતે ડેડીયાપાડા પો.સ્ટે. માં હત્યાનો ગુનો જાહેર થયેલ હતો. આ ગુનો અનડીટેક્ટ રહેલ હોય જે ગુનાને ડીટેક્ટ કરી આરોપી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ લોકેશ યાદવ, મદદનીશ પોલીસ અધિક્ષક, રાજપીપલા વિભાગ, નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પી.જે. પંડયા, પોલીસ ઇન્સ્પેકટર, તથા ડી.આર.  રાઠોડ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી.નર્મદાના ઓએ તાબાના પોલીસ માણસોને આ આરોપી ને પકડી પાડવા જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપેલ અને પોલીસ માણસોની સાથે રહી આરોપી શોધી કાઢી ગુનો ડીટેક્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. અને મોબાઈલ લોકેશન આધારે તેમજ તપાસ દરમ્યાન શંકાસ્પદ જણાતા ઇસમોની અલગ યાદી બનાવી, શંકાસ્પદ ઇસમોની અલગ અલગ વ્યકતિગત તેમજ હ્યુમન સોર્સીસ આધારે સઘન પુછપરછ કરવામાં આવેલ જે બાદ એફ.એસ.એલ., ડોગસ્કોડની મદદ લઈ ગુનો ડીટેક્ટ કરવાની તજવીજ હાથ ધરેલ તે દરમ્યાન શંકાસ્પદ શખ્શ પૈકી મહેશભાઇ રૂમાભાઇ વસાવા (રહે.પીપલોદ, એકાણુ ફળીયુ, તા. ડેડીયાપાડા, જી.નર્મદા) નાઓએ મરણજનારને ગળુ દબાવી મોત નિપજાવેલ હોવાની હકીકત કહી ગુનો કરેલાની કબુલાત કરેલ હોય જે આરોપીને ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોય આમ નર્મદા લોલીસે ગણતરીના કલાકો માં એ હત્યા નો ગુનો ડિકેક્ટ કરવામાં સફળતા મેળવી છે.

(1:10 AM IST)