<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

રાજપીપળા શહેરમાં આકરી ગરમી વચ્ચે લાઈટોની આવન જાવનથી પ્રજા હેરાન : સત્ય હકીકત જાણો

રાજપીપળાના અનેક વિસ્તારોમાં દરરોજ લાઈટો જવા આવવાની ઘટનાથી લોકો ત્રાસી ઉઠ્યા પરંતુ કારણ જાણશો તો ચોંકી ઉઠશો:પાણીના આવવાના સમયે જ લાઈટો બંધ કેમ થાય છે.? તેવા ગૃહિણીઓના સવાલ પર પણ અમે ચકાસણી કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં તાજેતરમાં અમુક કલાકો સટડાઊન રાખી લાઈટોની લાઈનોની મરામત કરાઈ હતી અને આવું ઘણીવાર કરાય છે તો તાજેતરમાં જ ખાસ કરીને જોઈએ તો તારીખ 24 એપ્રિલ અને 25 એપ્રિલ આમ સતત બે દિવસ બપોરની આકરી ગરમી ના સમયે જ અચાનક જ લાઇટ જાય અને આ બંને દિવસો માં બે કલાક બાદ લાઈટો આવે છે ત્યારે આજે અમે આ મુદ્દે ઝીણવટભરી તપાસ કરતા ડિજિવિસીએલ ના ઇજનેર પાસેથી માહિતી મળી કે આ બે દિવસ લાઈટો જવામાં વીજ કંપની નો કોઈજ વાંક નથી ઉલટાનું સારી અને ઝડપી કામગીરી કરતા મામુલી સમય માં લાઇટ ચાલુ થઈ, જોકે અમે વિગતવાર પૂછપરછ કરી તો હકીકત જાણવા મળી કે તારીખ 24 મી એ સોલંકીવાસ પાસે કોઈકે કચરા નો મોટો ઢગલો ત્યાજ સળગાવ્યો હતો જેના કારણે આગ પકડતા અડરગ્રાઉન્ડ વીજ વાયરો બળી જતા આ તકલીફ ઉભી થકી ત્યારબાદ તારીખ 25 મી એ વડિયા જકાત નાકા પાસે આવેલ ગેસ લાઇન માં જેસીબી થી ચાલતા સમારકામ દરમિયા અમારા વીજ કેબલો તોડી નાખ્યા આમ આ બંને ઘટના માં તાબડતોબ વીજ કંપનીની ટીમો એ તેની મરામત કરી તત્કાળ લાઇટ ચાલુ કરી આવી ઘટનાઓ જો અન્ય શહેરોમાં બને તો કલાકો સુધી વીજપુરવઠો બંધ રહે છે.

પાણી આવવાના ટાઈમ જ લાઈટો બંધ થાય તો ગૃહિણીઓ નો મિજાજ છટકે છે.
જોકે કેટલીક ગૃહિણીઓ ની પણ આ બુમ પર અમે ચકાસણી કરી તો વીજ કંપનીના ઇજનેર એ કહ્યું કે આવા કોઈ અચાનક ફોલ્ટ થાય કે ચાલુ લાઇનમાં કોઈક કારણોસર ખામી આવે તો અમે તાબડતોબ રીપેર કરીએ જ છીએ. રહી પાણીના સમય ની તો કોઈપણ ખામી પાણીનો સમય જોઈને તો નહી આવે પણ બનવાકાળ બની જાય છે.છતાં અમે અમારા પૂરા પ્રયાસ જલ્દી લાઇન ચાલુ કરવાના સતત પ્રયાસ માં રહીએ છીએ.

(1:13 AM IST)