<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

૧.૫ વર્ષની બાળકી અને ૫ વર્ષના બાળકે નર્મદા પરિક્રમાં પૂર્ણ કરી માતાજી ના આશીર્વાદ મેળવ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં હાલમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના અંતિમ દિવસો છે ત્યારે જેમાં અનેક જિલ્લામાંથી ભક્તો પરિક્રમા માટે આવે છે અને માં નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે પરંતુ હાલમાં એક નાનકડા બાળકી અને બાળકે પગપાળા આ પરિક્રમા પૂર્ણ કરી માં નર્મદાના આશીર્વાદ મેળવ્યા છે

   નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા માં એક દોઢ વર્ષની  મિસ્ટી નામની બાળકી કે જે વડોદરા માં રહેતી હોય તેના પરિવારજનો સાથે ૧૮ કિમી પગપાળા માર્ગે પરિક્રમા પૂર્ણ કરી છે.
જ્યારે ૫ વર્ષ વડોદરામાં રહેતા ધ્યેય ચંદનભાઈ પટેલ નામના બાળકે પણ પરિવારજનો સાથે આ પરિક્રમા પૂર્ણ કરતા આ બંને બાળકો ની માં નર્મદાજી ની આટલી નાની ઉંમર થી આવેલ ભક્તિ તેમના પારિવાજનો ની દેણ હોય શકે તેમ કહી શકાય. ધન્ય છે આવા બાળકો ને કે જે આટલી નાની ઉંમર પણ મોબાઇલ છોડી ભક્તિભાવમાં રસ દાખવે છે.


 

(1:22 AM IST)