News of Sunday, 27th April 2025
નાંદોદ તાલુકાના ગાડીત ગામે આંબાના ઝાડ નીચે સુતેલી મહિલા સાથે દુષ્કર્મ નો પ્રયાસ થતા પોલીસ ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગાડીત ગામે રહેતા એક મહિલા એ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ કે તેઓ 16 એપ્રિલ 25 ના રોજ બપોરે 3 વાગ્યા ના પોતાના ઘરના વાડામાં આંબાના ઝાડ નીચે સૂતી હતી. તે દરમ્યાન ગામના ટેકરા ફરિયા માં રહેતા શંકર ભંગડા વસાવા આવી ઝાડ નીચે સુતેલી મહિલા ને એકલી જોઈ તેની સાથે દુસ્કર્મ કરવાની કોશિશ કરી મહિલાએ બુમરાણ મચાવતા ઘરમાંથી તેના પતિ અને છોકરો આવી જતા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી શંકર ભંગડા વસાવા ભાગી ગયો હતો. આ બાબતે મહિલાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંકર ભંગડા વસાવા વિરુદ્ધ છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી નો ગુનો નોંધી પી.એસ.આઈ એ.આર. ઠુમ્મરે તપાસ હાથ ધરી છે
(1:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
