<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

બુધવારથી ગુજરાતનું હવામાન પલટાશેઃ વાદળછાયું વાતાવરણ બનશે

તા. ૩૦ મી થી પ્રિમોનસુન એકટીવી શરૂ થવાની શકયતાઃ ૩ મે આસપાસ રાધનપુર, સમી, હારીજ, મહેસાણા, કચછ, રાજકોટ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર તથા દ. ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન પલટાશે

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આખો દિવસ ભારે ઉકળાટ અને સાંજ થતાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 30 તારીખથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં ભારે ગાજવીજ અને આંધી-વંટોળ સાથે પ્રિમોનસૂનનો વરસાદ થશે.

હવે પ્રિમોનસૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આ પ્રિમોનસૂન એક્ટિવિટીમાં 30 તારીખથી વાદળો આવવાની શક્યતા રહેશે. મે માસની 10થી 11 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળો સાથે કમોસમી વરસાદ થઈ શકે છે. આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે જેને લીધે બાગાયતી પાકોને નુકસાન થઈ શકે છે.

આગામી તારીખ 3 મેથી રાધનપુર, સમી, હારીજ, બનાસકાંઠા, મહેસાણા, કડી, કલોલ, વિરમગામ, કચ્છ, રાજકોટ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પલટો આવશે. આમ 3 મેથી 11 મે દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ, આંધી-વંટોળ સાથે પ્રિમોનસૂનનો વરસાદ થશે.

(12:38 PM IST)