News of Sunday, 27th April 2025
અમદાવાદમાં 50 બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનો ક્રાઇમ બ્રાંચની તપાસમાં ઘટસ્ફોટ
પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામેઃ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેરકાયદેસર રીતે રહેતા 1000 થી વધુ બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા અટકાયત

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે સરકારની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલગામ હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. રાજ્યમાં ગેરકાયદે રહેતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગુજરાતના સુરત અને અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા 1000 થી વધુ બાંગ્લાદેશીઓ સામે સરકારે મોટી કાર્યવાહી કરી છે અને તેમને અટકાયતમાં લીધા છે. હાલમાં પોલીસ ટીમ આ બધા લોકોના દસ્તાવેજો તપાસી રહી છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા 1534 બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા. જેમાંથી અમદાવાદમાંથી 890 બાંગ્લાદેશીઓ ઝડપાયા, જયારે સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી, વડોદરામાંથી 500 બાંગ્લાદેશીઓ પકડાયા અને રાજકોટમાંથી 10 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાંચની તપાસમાં ઘૂસણખોરી કરેલા બાંગ્લાદેશીનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં 50 લોકો બાંગ્લાદેશની હોવાની હકીકત સામે આવી છે. અગાઉ ચંડોલા તળાવ વિસ્તારમાંથી 800 લોકોની અટકાયત કરવામાં આવી હતી. શંકાસ્પદ લોકોના પાસપોર્ટ ઉપરાંત અન્ય જરૂરી દસ્તાવેજ તપાસતા આ જાણકારી સામે આવી. ગઈકાલે 800 લોકોને પોલીસે પૂછપરછ માટે લાવ્યા હતા. હવે આ મામલે સેન્ટ્રલ IB ની ટીમોએ પણ તપાસ શરૂ કરી.
શનિવારે પોલીસ ટીમોએ મધ્યરાત્રિએ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના છુપાયેલા સ્થળો પર દરોડા પાડ્યા હતા અને 1000 થી વધુ લોકોની અટકાયત કરી હતી. અમદાવાદ અને સુરતમાં પોલીસે આ મોટું અભિયાન ચલાવ્યું હતું. આ લોકો નકલી દસ્તાવેજોના આધારે ભારતમાં રહેતા હતા.
ગુજરાતમાં ગેરકાયદે રહેનારા બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ચેતવણી આપી છે. આ મુદ્દે તેમણે જુદા જુદા જિલ્લાઓ અને શહેરોના પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જે બાદ તેમણે કહ્યું કે ગુજરાતમાં જે બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ ગેરકાયદે રહે છે તેઓ પોલીસ સમક્ષ વહેલી તકે સરેન્ડર કરે. નહીં તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે બાંગ્લાદેશીઓને આશરો આપનારા લોકોની પણ ખેર નહીં રહે. જે લોકો ખોટા દસ્તાવેજો બનાવીને રહે છે તેમના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવશે.
આ કાર્યવાહી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશો પછી શરૂ થઈ, જેમાં તેમણે તમામ રાજ્યોને ગેરકાયદેસર વિદેશી નાગરિકોની ઓળખ કરીને તેમને દેશમાંથી હાંકી કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગૃહમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને તેમને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોની ઓળખ કરીને તેમને તેમના દેશમાં પાછા મોકલવાની અપીલ કરી હતી.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
