<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

AMTS એ વધુ સારી સેવા આપી શકે એ માટે બે વોટ્સએપ નંબર જાહેર કર્યાઃ મુસાફરો ફરિયાદ નોંધાવી અને ફોટો-વીડિયો મોકલી શકશે

લોકોને વધુ સારી સેવા આપવા તંત્રનું પગલુઃ ઓવરસ્‍ીપડ, ઉદ્ધતાઇ ભયુ વર્તન, ગંદકી સહિતના મુદ્દે સીધી ફરીયાદ કરી શકાશે

અમદાવાદઃ  AMTS દ્વારા વધુ સારી પરિવહન સેવા પૂરી પાજવાની નેમ સાથે નાગરિકોની સરળતા માટે બસ સેવા સંબંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદો નોંધાવી શકે તે હેતુસર બે ટોલ ફ્રી વોટ્સ અપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. 8511171941 અને 8511165179 બે વોટ્સએપ નંબર પર કોઈપણ મુસાફર ફોટા અને વિડીયો મોકલીને ફરિયાદ નોંધાવી શકશે.

AMTSના ચેરમેને જણાવ્યું હતું કે, AMTS બસને લગતી કોઈ ફરિયાદ ડ્રાઇવર દ્વારા ઓવર સ્પીડમાં બસ ચલાવવી, સ્ટેન્ડ પર બસ ઉભી રાખવી નહીં, મુસાફરો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન, ગંદકી, ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં બસ દોડાવવી, વગેરે જેવી AMTS બસને લગતી કોઈ ફરિયાદ કરી શકે છે. નાગરિકો, બસ પ્રવાસીઓની ફરિયાદના આધારે તપાસ કરી જે તે જવાબદાર વ્યક્તિ અથવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

(1:02 PM IST)