News of Sunday, 27th April 2025
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત :રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન:જાણો અન્ય શહેરની સ્થિતિ
30 એપ્રિલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે;10 અને 11 મે સુધીમાં ભારે વરસાદની શક્યતા:રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે: અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ :રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. આકરી ગરમીને લઈને લોકો પણ અકળાયા છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીમાં હજુ પણ વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ક્યા શહેરમાં કેટલું તાપમાન નોંધાયું
અમદાવાદમાં 41.3 ડીસામાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું,ગાંધીનગરમાં 40.5 વલ્લભ વિદ્યાનગરમાં 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું,વડોદરામાં 39.8 સુરતમાં 34.0 ડિગ્રી તાપમાન નોંધાયું,ભુજમાં 42.0 કંડલા એરપોર્ટ 43.0 ડિગ્રી તાપમાન નોંધાયું,અમરેલીમાં 43.1 ભાવનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું, અને રાજકોટમાં 43.9 સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે
રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે 30 એપ્રિલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, 10 અને 11 મે સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. સાથો સાથ બાગાયતી પાકોમાં પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં આંધી-વંટોળ આવવાની સંભાવના પણ તેમને વ્યક્ત કરી છે.
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.
'હીટવેવ'સામે મેળવો રક્ષણ!
ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પતાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
