News of Sunday, 27th April 2025
વલસાડમાંથી 300થી વધુ બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા
તમામના ડોક્યુમેન્ટ ચકસવામાં આવશે અને ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ મળી આવશે તો ડિપોર્ટ કરાશે

વલસાડ : કાશ્મીરના પહેલગામમાં હુમલાને લઈને રાજ્યમાં ઘૂસણખોરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, વલસાડમાં ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડમાંથી 300થી વધુ બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા છે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 7 બાંગ્લાદેશીઓની અટકાયત કરીને તપાસ શરૂ કરાઇ છે.
અમદાવાદ અને સુરત પછી વલસાડ જિલ્લામાંથી 300થી વધુ બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા છે. તમામના ડોક્યુમેન્ટ ચકસવામાં આવશે અને ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ મળી આવશે તો ડિપોર્ટ કરાશે. અત્રે જણાવીએ કે, સમગ્ર કામગીરીને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
