<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

મે મહિનામાં બે થી ત્રણ માવઠાના રાઉન્ડની આગાહી : પહેલો રાઉન્ડ નુકસાનકારક હોઈ શકે છે: વેધર એનાલિસ્ટ વિશાલ પાનસૂરિયા

આગામી સપ્તાહની શરૂઆતમાં વાદળો નહીં, પરંતુ 3 કે 4 તારીખથી માવઠાનો રાઉન્ડ શરૂ થવાની સંભાવના : કડાકા - ભડાકા અને તોફાન સાથે વરસાદની શક્યતા

રાજકોટ: વેધર એનાલિસ્ટ વિશાલ પાનસૂરિયાએ આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી સપ્તાહના શરૂઆતના દિવસોમાં વાદળોની કોઈ ખાસ ગતિવિધિ જોવા મળશે નહીં, પરંતુ દિવસો પસાર થતાં વાદળોનું બંધારણ મજબૂત બનશે અને મે મહિનાની 3 અથવા 4 તારીખથી માવઠાનો એક રાઉન્ડ શરૂ થશે જે થોડા દિવસો સુધી ચાલશે.
તેમણે વધુમાં યાદ અપાવ્યું હતું કે થોડા દિવસો પહેલાં 22 તારીખે ફેસબુક પર તેમણે અપડેટ આપી હતી કે મે મહિનામાં ગુજરાતમાં બે થી ત્રણ માવઠાના રાઉન્ડ આવશે, જેમાંથી બે રાઉન્ડ પાક્કા છે અને તેમાંથી એક રાઉન્ડ નુકસાનકારક હોઈ શકે છે. તેમના જણાવ્યા અનુસાર, હાલમાં તે મુજબ વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને મે મહિનાનો પહેલો રાઉન્ડ જ નુકસાનકારક આવે તેવી શક્યતાઓ વધી રહી છે. આવનારા રાઉન્ડમાં કડાકા ભડાકા અને આંધી સાથે વરસાદની સંભાવના રહેલી છે. આ રાઉન્ડમાં કયા વિસ્તારમાં કેવા માવઠાની સંભાવના રહેશે તેની અપડેટ તેઓ ટૂંક સમયમાં અલગથી આપશે.

 

(7:59 PM IST)