News of Sunday, 27th April 2025
વિકાસની વણઝાર વિરમગામ વિધાનસભાના ખૂણે ખૂણે પહોંચી રહી છે : ધારાસભ્ય હાર્દિક પટેલ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : રવિવારે વિરમગામ તાલુકાના સાકરીયા, ભોજિયાપુરા અને મોટા હરિપુરા ગામે ૩.૭૦ કરોડના રોડના કામોનું ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે ભુમિ પૂજન કરવામાં આવ્યું હતું. હાર્દિકભાઈએ કહ્યું કે એક કરોડના ખર્ચે સાકરીયા એપ્રોચ રોડ, એક કરોડના ખર્ચે ભોજિયાપુર-નરસિંહપુરા રોડ તથા ૧.૭૦ કરોડના ખર્ચે મોટા હરીપુરા-ભોજિયાપુરા રોડનું કામ થશે.
ધારાસભ્યએ બેબાક અંદાજમાં જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસમાં ૧૦ કરોડના કામોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કર્યું છે, વિરમગામ વિધાનસભાના લોકોને વચન આપું છું કે વિકાસના કામોમાં કોઈ કચાશ નહીં રહે અને વિકાસના કામે આડા આવતા અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો સાથે હાર્દિકભાઈએ સંવાદ કર્યો.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
