News of Sunday, 27th April 2025
અમદાવાદના વટવા ચારમાળિયા વિસ્તારમાં કોમ્બિંગ : ગુનેગારોને ભાડે આપનારા 11 મકાન માલિકોની ધરપકડ
11 મકાન માલિકોએ પોલીસને જાણ કર્યા વિના તેમના મકાન ભાડે આપ્યાં હોય પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી ધરપકડ

અમદાવાદ શહેરમાં ગંભીર ગુનાખોરીમાં સંડોવાયેલા શખ્શો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે, ઝોન-06 અંતર્ગત અમરાઈવાડી, બાપુનગર અને ગોમતીપુર વિસ્તારમાં ગુનેગારો ભાડે રહેતાં હોવાની માહિતીના આધારે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વટવા ચારમાળિયા વિસ્તારમાં એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી. ઝાલા અને ઝોન-06 એલસીબીના પીએસઆઈ એન.કે. જાડેજાની ટીમે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન વડતર તપાસમાં જાણવા મળ્યું કે 11 મકાન માલિકોએ પોલીસને જાણ કર્યા વિના તેમના મકાન ભાડે આપ્યાં હતાં. જેથી તેમના વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા મકાન માલિકોમાં સાદિકખાન વણઝારા, શાહરૂખ શેખ, ફરીદાબીબી શેખ, યુનુસ શેખ, નૂરબાનું શેખ, મોહમદ હનીફ શેખ, મોહમદ સલીમ શેખ, નિશાતબાનું અન્સારી, મોહમદ શરીફ શેખ, મકબૂલ મન્સૂરી અને મોહમદ નઝીર અન્સારીના નામોનો સમાવેશ થાય છે.
આ ચેકિંગની કાર્યવાહીથી વટવા ચારમાળિયા વિસ્તારમાં રહેતા ભાડુઆતો અને મકાન માલિકોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે. પોલીસના આવા અચાનક દરોડાઓ અને સતત ચેકિંગથી અમુક ભાડુઆતો પોતાનું મકાન ખાલી કરીને જતાં રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
