<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

સાગબારા તાલુકામાં જળ સંકટની શરૂઆત: ખોચરપાડા ગામે નદી સુકાંઈ જતાં, પાંચ ચેકડેમો પાણી વિના શોભાના ગાંઠિયા સમાન બન્યા

ખેડૂતોને ઉનાળું પાકો માટે સિંચાઈના પાણી મળતાં બંધ થયા, કુવાઓ, બોર, ટયુબેલ, હેન્ડ પંપમાં ૬૦૦ ફૂટ જમીનના પાણી નીચે ઉતરી ગયા: ખોચરપાડા ગામે મનુષ્યો, પશુ, પક્ષીઓ અને જંગલના પ્રાણીઓને પીવાનું પાણી મળતું બંધ જતા વિકટ સ્થિતિ

( ભરત શાહ દ્વારા : નર્મદા:સાગબારા તાલુકામાં ઉનાળો શરૂ થઈ ગયો છે. સૂર્ય નારાયણે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. નદીઓ, ખાડીઓ સુકાંઈ ગઈ છે. સાગબારા તાલુકામાં જળ સંકટ શરૂ થઈ ગયું છે. 
સાગબારા તાલુકાના ખોચરપાડા ગામે આવેલી નદી સુકાંઈ ગઈ છે. આ નદી ઉપર પાંચ ચેકડેમો બનાવેલા છે. આ ચેકડેમો પાણી વિના શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. ચેકડેમો માટીથી પુરાઈ ગયા છે તેને કારણે પાણીનો સંગ્રહ કરવા માટે સક્ષમ નથી. ચેકડેમો માટીથી પુરાઈ ગયા છે તેમ છતાં તંત્ર દ્વારા ચેકડેમોની સાફ સફાઈ અને મરામત કરવામાં આવતી નથી. ચેકડેમો માંથી માટી કાઢીને સાફ સફાઈ કરવામાં આવતાં નથી. એક ચેકડેમ તૂટી ગયો છે. ખંડેર હાલતમાં છે. ચેકડેમોની પાસે ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહે તે માટે યોજના બનાવેલી છે આ યોજના બંધ હાલતમાં પડી રહી છે. આ ચેકડેમો માંથી ખેડૂતોને સિંચાઈના પાણી મળતાં બંધ થઈ ગયા છે. ખેડૂતોને ઉનાળું પાકો માટે સિંચાઈના પાણી મળતાં બંધ થઈ ગયા છે.
ચેકડેમોનો ખર્ચો પાણીમાં ગયો છે. સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહે તે માટે ચેકડેમો બનાવ્યા છે.
ખોચરપાડા ગ્રામ પંચાયત દ્વારા પણ ચેકડેમોની કોઈ કાળજી લેવામાં આવી નથી એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. ખોચરપાડા ગામે મનુષ્યો, પશુઓ પક્ષીઓ અને જંગલના પ્રાણીઓને પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું છે.ખોચરપાડા અને આસપાસના ગામડાંઓમાં જમીનમાં જળસ્તર ઘણા નીચા જતાં રહ્યાં છે ૬૦૦ ફૂટ નીચે જમીનમાં જળસ્તર નીચે ઉતરી ગયા છે. કુવા, બોર, હેન્ડ પંપમાં પાણી મળતું બંધ થઈ ગયું છે. ખોચરપાડા ગામની નદી સુકાંઈ જતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
વહીવટી તંત્ર દ્વારા પાણી માટે કાર્યવાહી કરવામાં આવે એવી લોકોએ માંગણી કરી છે.
સાગબારા તાલુકાના ખોચરપાડા ગામે આવેલી નદી સુકાંઈ ગઈ છે. ઉનાળું પાકો લેવા માટે ખેડૂતો  નદીમાં આવેલા ધરામાં સંગ્રહ થયેલા પાણીમાં  થોડા પાણીમાં ડિઝલ એન્જિન મુકીને પાઈપલાઈન કરીને સિંચાઈના પાણી લઈ રહ્યા છે.સિંચાઈ પાણી માટે ફાંફાં મારી રહ્યા છે. આ તરફના ખેડૂતોની દયનીય હાલત બની છે. ત્યારે ખેડૂતો માટેની સરકારી યોજનાઓ ક્યાં ભૂગર્ભ માં ઉતરી ગઈ એ ખેડૂતો ને પણ સમજાતું નથી

(11:03 PM IST)