<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા રાજપીપળા કાળકા માતાજીના મંદિરે દર રવિવારે નિશુલ્ક ચાહ નાસ્તાની શરૂઆત

દર રવિવારે સવારે 7 વાગ્યાથી બપોર 12 સુધી આવતા ભાવિક ભક્તો માટેનું ખાસ આયોજન

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં અનેક પૌરાણિક મંદિરો જાણતા છે જેમાંનું એક રાજપીપળા માં આવેલ કાળકા માતાજીનું મંદિર પણ છે જ્યાં વર્ષોથી ચૈતર નવરાત્રીએ મેળો પણ ભરાઈ છે, ઘણા સમાજ માટે આસ્થાનું પ્રતિક પણ હોય આજથી એટલેકે રવિવારથી ત્યાં ભક્તો માટે ચાહ નાસતા નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે સાથે નવચંડી પણ રાખવામાં આવ્યો હતો.

    આમ તો થોડા સમય પહેલા ચૈત્ર નવરાત્રી નો મેળો ભરાઈ ગયો જેમાં મોટી સંખ્યાઓમાં ભાવિક ભક્તો મેળાની સાથે સાથે માતાજી ના દર્શને આવ્યા હતા ત્યારે સમસ્ત હિન્દુ પરિવાર, નર્મદા જિલ્લા દ્વારા આજથી આ મંદિરે દર રવિવારે સવારે સાત વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી નિશુલ્ક ચાહ નાસતાની શરુઆત કરવામાં આવી છે સાથે નવચંડી પણ કરવામાં આવ્યો હતો.જેનો મોટી સંખ્યા માં ભક્તો એ લાભ લીધો હતો. આમ હવે થી દર રવિવારે રાજપીપળા કાળકા માતાજીના મંદિરે નિશુલ્ક ચાહ નાસતા ની શરૂઆત થઈ ચૂકી છે.


 

(11:10 PM IST)