<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

સુરતમાં બાંગ્લાદેશીઓ પાસેથી 100 મોબાઈલ કબજે :65 મોબાઈલમાં બાંગ્લાદેશના નંબર !!

.ઘૂસણખોરો બાંગ્લાદેશ સાથે સીધાં જ સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો: તપાસમાં આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજ મળી આવ્યા

 સુરતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત મામલે પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઝડપાયેલા લોકો પાસેથી કુલ 100 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. જેમાંથી 65 મોબાઈલમાંથી બાંગ્લાદેશના નંબર મળી આવ્યા છે..ઘૂસણખોરો બાંગ્લાદેશ સાથે સીધાં જ સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે..તપાસમાં આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજ મળી આવ્યા છે. ઘૂસણખોરી કરી બોગસ ડૉક્યુમેન્ટ બનાવ્યાની પોલીસને શંકા છે હાલ તો ઝડપાયેલા બાંગ્લાદેશીઓ પર નજર રાખવા માટે. રાઉન્ડ ધ ક્લોક  100 જવાનોને તૈનાત કરાયા છે.

 


 

(11:24 PM IST)