<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

રાજ્‍યમાં હાર્ટની તકલીફ થતાં એક વર્ષમાં ૮૮ હજારથી વધુને હોસ્‍પિટલ ખસેડાયા

ઉનાળાના આકરા તાપમાં કાર્ડિયાક ઈમરજન્‍સી કેસમાં ૧૮ ટકાનો વધારો :સુરત, મહેસાણા, પોરબંદર અને અમદાવાદમાં ઈમરજન્‍સીનું પ્રમાણ વધુ નોંધાયું

અમદાવાદ તા.૨૮: ઉનાળાની સિઝન વચ્‍ચે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં હૃદય રોગને લગતી ઈમરજન્‍સીમાં ૧૮ ટકાનો વધારો થયો છે. પહેલીથી ૨૧મી એપિલ એમ છેલ્લા ૨૧ દિવસમાં ગુજરાતમાં ૫,૦૭૩ કોલ્‍સ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સમાં નોંધાયા છે. ગત વર્ષે આ જ સમય ગાળામાં ૪,૧૫૯ કેસ આવ્‍યા હતા. એકંદરે અત્‍યારે ૨૪૧ જેટલી રોજની ઈમરજન્‍સી આવી રહી છે. બીજી તરફ વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીએ ગુજરાતમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૯.૮૧ ટકા કાર્ડિયાક ઈમરજન્‍સી વધી છે. ગત વર્ષે ૭૫,૩૯૦ કોલ્‍સ હતા, જે આ વખતે વપીને ૮૮,૦૯૫  કોલ્‍સ આવ્‍યા છે, એકદંરે વર્ષ દરમિયાન ૨૪૧થી ૨૪૨ રોજની ઈમરજન્‍સી છે.

ગુજરાતમાં ડાંગ જિલ્લામાં એક વર્ષમાં ૨૭.૯૮ ટકા ઈમરજન્‍સી વધી છે. ગત વર્ષે ૩૮૩ કેસ હતા, જે આ વખતે વધીને ૪૮૯ થયા છે. તાપીમાં ૨૬ ટકા કેસ વધ્‍યા છે. ૧૩૧૯ કેસની સામે આ વખતે ૧૦૦૪ કેસ આવ્‍યા છે. પોરબંદરમાં ૨૪.૪૯ ટકા હદય રોગની ઈમરજન્‍સી વધી છે. ૧૩૨૩ કોલ્‍સની સામે આ વખતે ૧૯૪૭ કેસ છે. અમદાવાદમાં ૧૭.૩૨ ટકા કેસમાં વધારો જોવાયો છે. ગત વર્ષે ૨૨,૦૩૮ કેસ હતા, જે આ વખતે વધીને ૨૫,૮૫૫ નવા કેસ નોંધાયા છે. રાજકોટમાં  ૧૦.૩૨ ટકાનો વધારો છે. ગત વર્ષે ૫૧૧૯ કેસ હતા, જે વધીને ૫૯૪૪ આવ્‍યા છે. સુરતમાં ૨૩.૭૫ ટકાનો વધારો છે. ૫૭૮૦ કેસની સામે આ વર્ષે ૭૧૫૩ કડીઓને હ્રદય રોગની તકલીફ થતાં ઈમરજન્‍સીમાં સારવાર માટે હોસ્‍પિટલે ખસેડવા પડયા છે. વડોદરામાં ૧૯.૪૪ ટકાનો વધારા સાથે ૪૫૭૧ ઈમરજન્‍સી છે. જે ગત વર્ષે ૩,૮૨૭ કેસ હતા. તબીબોના કહેવા પ્રમાણે તણાવ, જંકફડ, દારૂ સહિતની કુટેવો, અનિયમિત જીવનશૈલીના કારણે લોકોના કડય બીમાર પડી રહ્યા છે. આવી તકલીફમાં તણાવ ઓછો થાય, પૂરતી ઊંઘ લેવાય તે જરૂરી છે. (૩૮.૪

કાર્ડિયાક ઈમરજન્‍સીના આંકડા

 

જિલ્લો              વર્ષ ૨૦૨૩-૨૪        ૨૦૨૪-૨૫

અમદાવાદ ૨૨.૦૩૮               ૨૫,૮૫૫

સુરત               ૫૭૮૦         ૭૧૫૩

રાજકોટ     ૫.૧૧૬                 ૬.૪૫૫

વડોદરા     ૩૮૨૭         ૪૫૭૧

ભાવનગર  ૩૮૪૭         ૪૪૫૭

દાહોદ               ૧૦૩૩         ૧૩૦૦

મહેસાણા    ૧૧૭૯         ૧૬૬૪

નવસારી    ૧૪૬૭         ૧૭૩૦

પોરબંદર   ૧૩૨૩         ૧૬૭૪

તાપી               ૧૩૧૯         ૧૬૬૪

(10:02 AM IST)