<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

અમદાવાદમાં અચાનક કોમ્‍બિંગઃ પોલિસને જાણ કર્યા વગર મકાન ભાડે આપનાર ૧ ડઝનની અટક

કાશ્‍મીર ખીણની બર્બરતાપુર્વકની ઘટનાઃ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક કોઈ જોખમ લેવા માંગતા નથી : તમામના દસ્‍તાવેજની ચકાસણીઃ ઘણા ભાડૂતોને રાતોરાત ખાલી કરાવ્‍યાઃ લોકેશન મેળવી એ ભાડૂતો સુધી પહોંચવા પોલીસ ટીમોની સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેનીના માર્ગદર્શનમાં વિવિધ ટીમ રચાઇઃ અકિલા સાથે એસીપી પ્રદિપસિંહ જાડેજાની વાતચીત

રાજકોટ, તા.ર૮: કાશ્‍મીરની બર્બરતાપૂર્વકની આતંકવાદી ઘટના પગલે પોતાના બીએસએફ કાર્યકાળ અંતર્ગત સાવચેતી ખાતર વ્‍યાપક ઝુંબેશ હાથ ધરી ૧૦૦૦ જેટલા બાંગ્‍લાદેશી લોકોના ઓળખપત્રો ચેક કરવાની વ્‍યાપક ઝુંબેશ બાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા પ્રવર્તમાન સંજોગો અંતર્ગત  શહેરના ચોક્કસ વિસ્‍તારોમાં ગુન્‍હાહિત માનસ ધરાવતા તત્‍વો વિરોધ કોમ્‍બિંગ ઓપરેશન હાથ ધરવા આપેલ સૂચના અનુસાર  અધિક પોલીસ કમિશ્‍નર જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેનીના માર્ગદર્શનમાં મદદનીશ પોલીસ કમિશનર પ્રદીપસિંહ જાડેજા ટીમ દ્વારા  કોમ્‍બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવેલ.

પરપ્રાંતીય અને ગુન્‍હાહિત તથા સ્‍લીપરસેલના તત્‍વો કોઈ રીતે પોલિસના જાહેરનામાંનો ભંગ કરી પોલીસ મથકમાં જાણ કર્યા વગર મકાન ભાડે ન આપવાનો નિયમ હોવા છતાં ૧ ડઝન મકાન માલિક પ્રાથમિક તબક્કે જ મળી આવ્‍યા હતા.                                     

પોલીસ કોમ્‍બિગ શરૂ થયાની વાતો આગની જેમ ફેલાઈ જતા ઘણા ભાડૂતોના મકાનો રાતોરાત ખાલી થયેલ. પોલીસની આ ઝુંબેશ સતત ચાલુ રહેવાની હોવાનું એસીપી પ્રદીપસિંહ જાડેજાએ અકિલા સાથેની વાતચીતના જણાવેલ. મકાન ખાલી કરી જતા રહેનાર લોકોના પણ લોકેશન મેળવવા તજવીજ ચાલી રહ્યાનું વિશેષમાં જણાવેલ.(૬.૩)

(10:32 AM IST)