હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 28th April 2025
અમદાવાદના બજારમાં નવા ઘઉંનું પંદરેક દિવસ વહેલાં આગમન:જબરી આવક વચ્ચે ભાવમાં વધારો જોવાયો
અમદાવાદમાં કાલુપુર, માધુપુરા સહિત શહેરના બજારમાં આવક:બજારમાં વિવિધ પ્રકારના ઘઉંના જથ્થાબંધ ભાવ 30-60 રૂપિયે કિલો

અમદાવાદ : આ વર્ષે ઉનાળો વહેલા શરૂ થઈ ગયો છે. જેને લીધે સામાન્ય રીતે માર્ચના અંતમાં તથા એપ્રિલના પહેલા અઠવાડિયાથી બજારમાં નવા ઘઉંનું પંદરેક દિવસ વહેલાં આગમન થયું છે. અમદાવાદમાં કાલુપુર, માધુપુરા સહિત શહેરના બજારમાં આવક થઈ રહી છે. અત્યારે હાલ બજારમાં વિવિધ પ્રકારના ઘઉંના જથ્થાબંધ ભાવ 30-60 રૂપિયે કિલો બોલાઈ રહ્યા છે.
અમદાવાદના બજારમાં જથ્થાબંધ ઘઉંના કિલોએ ભાવઆ મુજબ છે, ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘઉંનો કિલોએ 30થી 36 રૂપિયા ભાવ.,હિંમતનગર, સાણંદ, ધોળકા, ખંભાત અને ખેડાના ઘઉંનો કિલોએ 32થી 38 રૂપિયા ભાવ.સૌરાષ્ટ્ર, ગોંડલ, હળવદ અને અમરેલીના ઘઉંનો કિલોએ 42થી 46 રૂપિયા ભાવ.રાજસ્થાન, કોટા, બિકાનેર અને બુંદીના ઘઉંનો કિલોએ 34થી 44 રૂપિયા ભાવ.મધ્યપ્રદેશ, પૂર્ણા ટુકડીના ઘઉંનો કિલોએ 34થી 56 રૂપિયા ભાવ.ગોલ્ડન ટુકડી (શરબતી) ઘઉંનો કિલોએ 55-60 રૂપિયા ભાવ.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
