<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

જન્‍માષ્‍ટમી સુધીમાં દ્વારકા કોરિડોરનું નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે ખાતમુર્હુત?

ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ રાજેન્‍દ્રકુમાર દ્વારકાના પ્રવાસે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા, શિવરાજપુર બીચ અને હેલીપેડની મુલાકાત લીધીઃ જો કે હજુ સુધી ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ડેવલોપમેન્‍ટ માટે કોને ટેન્‍ડર અપારે એ જાહેર કરાયું નથી

દ્વારકાઃ ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્‍દ્રકુમાર દ્વારકાના પ્રવાસે આવ્‍યા હતા. તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ શિવરાજપુર બીચ અને હેલિપેડની મુલાકાત લીધી હતી. એસ.ડી.એમ. અમોલ આવટે અને દેવસ્‍થાન સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણે સચિવશ્રીનું સન્‍માન કર્યું હતું. જો બધુ બરાબર રહ્યું તો જન્‍માષ્ટમી ૨૦૨૫ સુધીમાં દ્વારકા કોરિડોર નરેન્‍દ્રભાઈ હસ્‍તે ખાતમુહૂર્તની શકયતા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના મેમ્‍બર સેક્રેટરી શ્રી રમેશ મેરજા પણ દ્વારકા આવ્‍યા હતા.

દ્વારકા કોરિડોર અંગે મહત્‍વપૂર્ણ માહિતી

પ્રથમ તબક્કોઃ ‘‘જગત મંદિર'' આસપાસનો વિસ્‍તાર - ટેમ્‍પલ સ્‍ક્‍વેર ડેવલપમેન્‍ટ દેવભૂમિ દ્વારકામાં યાત્રાધામ તથા હેરિટેજ ડેવલપમેન્‍ટના દૃષ્ટિકોણથી દ્વારકા કોરિડોર પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો છે.

ભારત સરકારના મિનિસ્‍ટ્રી ઓફ ટુરિઝમ અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા, અમદાવાદની INI Design Studio Pvt. Ltd. ને 3D ડિઝાઇન બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં જગત મંદિર આસપાસનો અંદાજે ૫૦થી ૧૦૦ મીટર વિસ્‍તાર ‘‘ટેમ્‍પલ સ્‍ક્‍વેર'' તરીકે વિકસાવાશે. આ વિકાસમાં મંદિર પરિસર તથા ભવિષ્‍યના વિશાળ કોરિડોરનો સમાવેશ રહેશે.

રી-લોકેશન પ્રક્રિયા અને વળતરઃ દ્વારકાધીશ મંદિર તરફ જતાં મુખ્‍ય માર્ગને વિસ્‍તળત અને સુગમ બનાવવાનો પ્રયત્‍ન શરૂ થયો છે. આ માટે અંદાજે ૧૨૦થી વધુ રહેણાંક મિલકતો અને દુકાનોનું સ્‍થળાંતરણ થવાનું છે. જેમે યોગ્‍ય વળતર અને સહાય મળે તે માટે તંત્ર તરફથી વિવિધ વિકલ્‍પોની સમીક્ષા ચાલી રહી છે. સૂત્રો જણાવે છે કે ટૂંક સમયમાં રી-લોકેશન પ્રક્રિયા અમલમાં આવશે.

દ્વારકા કોરિડોરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ

દ્વારકા ભારતના ચાર પવિત્ર ધામો પૈકીનું એક છે. અહીં શારદાપીઠ અને શંકરાચાર્યજીનું વિશિષ્ટ સ્‍થાન છે.

વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોર અને ઉજ્જૈનના મહાકાલ લોક કોરિડોરની જેમ, હવે દ્વારકાધીશ મંદિર માટે પણ ભવ્‍ય દ્વારકા કોરિડોર બનશે.

આથી મંદિરની ભવ્‍યતા વધશે, યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્‍ધ થશે અને દ્વારકાનું નામ વૈશ્વિક યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ થશે.

વિશેષ માહિતી મુજબ, આ પ્રોજેક્‍ટ પ્રધાનમંત્રી કાર્યાલય અને શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સીધી દેખરેખ હેઠળ છે.

જો બધુ બરાબર રહ્યું તો જન્‍માષ્ટમી ૨૦૨૫ સુધીમાં દ્વારકા કોરિડોરના ખાતમુહૂર્તની શકયતા છે.

ગોમતી ઘાટ અને ર્પાકિંગ સુવિધાઓનો વિકાસઃ હમણા પૌરાણિક ગોમતી ઘાટ પર તાાન કરીને ભક્‍તો સ્‍વર્ગદ્વાર મારફતે મંદિર પ્રવેશ કરે છે. હાલના ૧૬ ઘાટો ભક્‍તોની વધતી સંખ્‍યાને પહોંચી વળવા માટે અપૂરતા છે. નવી યોજના હેઠળ ઘાટોનું વિસ્‍તળત અને ભવ્‍ય નિર્માણ કરવામાં આવશે. સાથે મંદિર નજીક વિશાળ ર્પાકિંગ સુવિધાઓ ઊભી કરાશે જેથી યાત્રાળુઓ માટે માર્ગ સરળ બને.

વૈશ્વિક સ્‍તરે દ્વારકાને આધુનિક યાત્રાધામ બનાવવા પ્રયાસઃ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જાન્‍યુઆરી ૨૦૨૫માં આ પ્રોજેક્‍ટ માટે RFP (Request for Proposal) બહાર પાડવામાં આવ્‍યું હતું. આ સમગ્ર પ્રોજેક્‍ટ આગામી ૩૬ મહિનાની અંદર પૂર્ણ કરવાની યોજના છે. હજુ સુધી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલપમેન્‍ટ માટે કોને ટેન્‍ડર આપવામાં આવશે તે જાહેર કરાયું નથી. (દિપેશ સોમાણી, દ્વારકા, આલાપ ભરતભાઈ બરાઈ, ઓખા) (૪૦.૨૩)

(3:44 PM IST)