<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

બનાસકાંઠાના ઉત્તમપુરા ગામની પ્રાથમિક શાળાની નાની બાળકીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અનોખો સંવાદ “દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો”

અમદાવાદ તા.૨૮ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાની વડીલ સહજ વાત્સલ્યતાનો પરિચય અવારનવાર આપતા રહ્યા છે.

તેમનો આવો જ એક વધુ વડીલ વાત્સલ્ય પ્રેમ બનાસકાંઠાના ઉત્તમપુરા ગામની પ્રાથમિક શાળાની ધોરણ-૧માં અભ્યાસ કરતી દીકરી સાન્યા પ્રજાપતિ સાથેના વિડીયો સંવાદમાં પ્રગટ થયો હતો. 

મુખ્યમંત્રીશ્રીના રાજ્યની પ્રાથમિક, માધ્યમિક શાળાઓની વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથેના વિડીયો સંવાદ દરમિયાન આ બાળકીએ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકનું પઠન કર્યું હતું. તેણે મુખ્યમંત્રીશ્રીને સહજ સંવાદ કર્યો કે “દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા?” 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ દીકરીને વડીલ સહજ ભાવે કહ્યું હું જ્યારે ત્યાં આવીશને ત્યારે તને મળવા આવીશ. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સાહજિકતાથી રાજ્યભરની SMCના સભ્યો પણ આનંદિત થયા હતા.

 

(3:24 PM IST)