News of Monday, 28th April 2025
સુરતમાં પુણા પોલીસની શી ટીમે સાડીના ખાતા પર રેડ કરીને 6 બાળ મજુરોને મુક્ત કરાવ્યા : બે લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
પુણાગામ સીતારામ સોસાયટીમાં દરોડો : દિલીપસિંગ વરદીસિંગ રાજપૂત અને સુરેસિંગ નાથુસીંગ ખરવડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી

સુરત તા.૨૮ : સુરતમાં પુણા પોલીસની શી ટીમે સાડીના ખાતા પર રેડ કરી 6 બાળ મજુરોને મુક્ત કરાવ્યા છે તેમજ બે લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરતમાં પુણા પોલીસની ટીમને બાતમી મળી હતી કે પુણાગામ સીતારામ સોસાયટીમાં ખાતામાં બાળકો પાસે મજુરી કરાવવામાં આવી રહી છે. બાતમીના આધારે પુણા પોલીસે ત્યાં રેડ કરી હતી. રેડ દરમ્યાન 6 બાળકો પાસે મજુરી કરાવડાવી તેઓનું શોષણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
પુણા પોલીસની શી ટીમે કુલ 6 બાળકોને મુક્ત કરાવ્યા હતા. તેમજ દિલીપસિંગ વરદીસિંગ રાજપૂત અને સુરેસિંગ નાથુસીંગ ખરવડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
