<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

ગુજરાત રાજ્યમાં આગામી 30 તારીખ પછી વાતાવરણમાં પલટોની હવામાન નિષ્ણાતની આગાહીથી અમદાવાદના ફ્રુટ માર્કેટમાં વિવિધ રાજ્યની કેરીમાં 20 ટકાનો ભાવ વધારો

અત્યારે કેસર કેરીનું 10 કિલોનું બોક્સ 800થી 900 રૂપિયાના ભાવે બજારમાં વેચાઈ રહ્યું છે,રત્નાગીરી હાફુસના એક ડઝનના બોક્સનુ 500થી 800 રૂપિયામાં વેચાણ

અમદાવાદ તા.૨૮ : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ રાજ્યમાં આગામી 30 તારીખ પછી વાતાવરણમાં પલટો આવી શકે છે. રાજ્યમાં આગામી 30થી 11 મે સુધી પ્રિમોનસૂનનો વરસાદ થઈ છે. ત્યારે અમદાવાદના ફ્રુટ માર્કેટમાં વિવિધ રાજ્યની કેરીમાં 20 ટકાનો ભાવ વધારો થયો છે.

અમદાવાદ ફ્રુટ માર્કેટમાં વેપારી રમેશભાઈ જણાવ્યું કે, અત્યારે રત્નાગીરી, હાફુસ, તોતા, બદામ, કેસર અને સુંદરી કેરી અલગ -અલગ રાજ્યમાંથી આવી રહી છે. જેના ભાવમાં 10થી 20 ટકાનો વધારો છે.

ગયા વર્ષ કરતા આ વર્ષે કેરીનું વેચાણ ઓછું છે. કેરી આવક પણ 30થી 35 ટકા ઓછી છે. અત્યારે કેસર કેરીનું 10 કિલોનું બોક્સ 800થી 900 રૂપિયાના ભાવે બજારમાં વેચાઈ રહ્યું છે. રત્નાગીરી હાફુસ એક ડઝનનું બોક્સ 500થી 800 રૂપિયામાં વેચાઈ રહી છે.

(4:46 PM IST)