News of Monday, 28th April 2025
ડીસા માર્કેટ યાર્ડમાં કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 3000 રુપિયા સુધી બોલાયો:જુઓ સંપુર્ણ યાદી
જાણો એપ્રિલ મહિનામાં ડીસા માર્કેટ યાર્ડમાં કેટલી કેરીની આવકથઇ અને શું રહ્યો કેરીનો ભાવ

ડીસા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઇ ગઇ છે. આજે ડીસા માર્કેટ યાર્ડમાં કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 3000 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 800 રૂપિયા બોલાયો છે. 26 એપ્રિલના રોજ ડીસા યાર્ડમાં કેસર કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 3060 રૂપિયા અને નીચો ભાવ 800 રૂપિયા બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ડીસા માર્કેટિંગ યાર્ડમાં કુલ 44 ટન કેરીની આવક થઇ છે.


(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
