<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

દીવમા બાંગ્લાદેશીઓ સહિત અસામાજીક તત્વોને લઈ સઘન તપાસ: 10 શંકાસ્પદ લોકોની પૂછપરછ

એસપી સચિન યાદવ તથા એસડીપીઓ દ્વારા હોટલ તથા સોનીની દુકાન પર તપાસ :પોલીસે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસોમાં પુછપરછ કર્યા બાદ લેપટોપ અને ફાઈલો તપાસ અર્થે જપ્ત કરી

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં ઘૂસણખોરીને લઇ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતના જાહેર અને ધાર્મિક સ્થળો પર તપાસ ચાલી રહી છે. તેવામાં સંઘ પ્રદેશ દીવ ખાતે એસપી સચિન યાદવ તથા એસડીપીઓ દ્વારા હોટલ તથા સોનીની દુકાન પર સઘન તપાસ શરૂ કરાઈ છે. દીવ ખાતે કામ અર્થે આવેલા લોકોનુ ફરજીયાત વેરિફિકેશન કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, દીવમા બાંગ્લાદેશીઓ સહિત અસામાજીક તત્વોને લઈને સઘન તપાસ હાથ ધરાઈ છે. દીવ ખાતે મજુરી આવતા શ્રમિકોની તપાસ હાથ ધરાઈ છે. દીવમાં ગલીઓમાં રહેલી સોનીની દુકાનોમાં તપાસ શરૂ કરાઈ છે. આ ઉપરાંત પોલીસે હોટેલોમાં પણ ચેકિંગ હાથ ધર્યું છે. લોકોના પાસપોર્ટ અને વિઝા ચેક કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ટ્રાવેલ્સ એજન્ટોને ત્યાં પણ ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસે શંકાસ્પદ દુકાનો સહિતની જગ્યાએ પુછપરછ કરીને ત્યાં કામ કરનારા લોકોના ફરજિયાત વેરિફિકેશન કરવા સૂચના આપી છે. પોલીસે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસોમાં પુછપરછ કર્યા બાદ લેપટોપ અને ફાઈલો તપાસ અર્થે જપ્ત કરી હતી.

  સમગ્ર મામલે 10 લોકોને પુછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાં. એસપી સચિન યાદવે કહ્યું હતું કે, વેપારીઓ અને હોટેલ સંચાલકોએ જે પણ કોઈ માણસને નોકરી પર રાખવાનો હોય તે માણસનું વેરિફિકેશન કર્યા બાદ જ નોકરીએ રાખવો. જે કોઈ ગેરકાયદે ઘૂસણખોરી કરીને આવ્યો હોય તેને કામ પર રાખવો નહીં. જો આ પ્રકારના કોઈ પણ શખ્સ મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

 


 

(7:40 PM IST)