<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

પ્રદેશ ભાજપ દ્વારા બાકી રહેલા જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામની કાલે જાહેરાત કરી શકે :શહેર પ્રમુખના નામ પણ થશે જાહેર

ભાજપના નિરીક્ષકો બંધ કવરમાં પોતાના શહેર અને જિલ્લામા જશે અને ત્યાર બાદ તેઓ ભાજપ સંગઠનને પસંદગીના નામો સોંપશે.

ગુજરાત ભાજપ સંગઠનમાં જિલ્લા મહાનગર પ્રમુખોના અને નામોની જાહેરાતો થઈ ગઈ છે, ત્યારે હવે બાકી રહેલા જિલ્લા મહાનગર પ્રમુખોને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભાજપ આવતીકાલે બાકી રહેલા જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામની જાહેરાત કરી શકે છે. આ જાહેરાતમાં ગાંધીનગર અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખોના નામો જાહેર કરવામાં આવશે.

અમદાવાદ શહેર અને ગાંધીનગરના શહેર ભાજપ પ્રમુખોના નામો સિવાય પણ ભાજપ વડોદરા, ખેડા, પોરબંદર,પંચમહાલના જિલ્લા ભાજપ પ્રમુખોના નામોની જાહેરાત કરી શકે છે. આ નામો ભાજપના નિરીક્ષકો બંધ કવરમાં પોતાના શહેર અને જિલ્લામા જશે અને ત્યાર બાદ તેઓ ભાજપ સંગઠનને પસંદગીના નામો સોંપશે.

ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખનું નામ આવતી કાલે 11 વાગ્યે ગાંધીનગરના હોદ્દેદારોની હાજરીમાં જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેર ભાજપ પ્રમુખનું નામ કુશાભાઉ ઠાકરે હોલ ખાતે સાંજે 5 વાગ્યે જાહેર થશે.

 

(7:55 PM IST)