<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

વડોદરામાં ઇન્કમટેક્સ ઓફિસનાં લાંચિયા સુપ્રિન્ટેન્ડેન્ટને 500ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા

ધંધાદારી પાસે પાનકાર્ડમાં સુધારો કરવા લાંચ માંગી હતી.એક હજાર રૂ.ની લાંચ સામે 500 રૂ.ની લાંચ લેતા લાંચિયો અધિકારી પકડાઇ ગયો

વડોદરામાં ઇન્કમટેક્સ ઓફિસનાં લાંચિયા સુપ્રિન્ટેન્ડેન્ટને 500ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. 

મળતી માહિતી મુજબ, વડોદરામાં આવકવેરા ઓફિસની લોબીમાં જ ACBએ સફળ ટ્રેપ ગોઠવી હતી. ACBની ટ્રેપમાં ઇન્કમટેક્ષ ઓફીસ સુપ્રીટેન્ડેન્ટનીતિશ બસીસ્ટનારાયણ ભારતી (ઉ.વ. 41)  500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.આરોપીએ ધંધાદારી પાસે પાનકાર્ડમાં સુધારો કરવા લાંચ  માંગી હતી.એક હજાર રૂ.ની લાંચ સામે 500 રૂ.ની લાંચ લેતા લાંચિયો અધિકારી પકડાઇ ગયો છે. ACBએ સમગ્ર મામલે ઇન્કમટેક્સ ઓફિસનાં લાંચિયા સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરીયાદીને નવો ધંધો શરૂ કરવાનો હતો જેમાં પોતાના આધાર કાર્ડમાં જે નામ સરનામું હતું તે મુજબ પાન કાર્ડમાં સુધારો કરવાનુ હતો તેમજ પાનકાર્ડમાં રેસીડન્સીયલ સ્ટેટસ સુધારો કરવાનો હતો જેથી આ કામના આરોપીએ ગઇ તા. ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ રૂબરુમાં  લેખિત અરજી આપેલ જેમાં આરોપીએ ફરીયાદીને પાનકાર્ડનું સ્ટેટસ ચેક કરવા સારુ યેનકેન પ્રકારે બહાના બતાવી ડોકયુમેન્ટ મંગવાતા હતા ત્યારબાદ ફરીયાદીને ફોન કરીને રૂ.૧૦૦૦/-ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય જેઓએ એ.સી.બી. ટોલ ફ્રી નંબર ઉપર ફરીયાદ કરતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. 

ગુજરાતમા ACB વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

(8:03 PM IST)