તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Monday, 28th April 2025
ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે ૨૦ વર્ષીય યુવકની હત્યા થઇ
પોલીસે હત્યાના બન્ને આરોપીને ઝડપી પાડયાઃકાયદાકીય કાર્યવાહી હાથધરીને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ ઉકેલી નાખ્યો છે લગ્નના ગરબા જોવાનું કહી યુવક બહાર નીકળ્યો હતો

વડોદરા: વડોદરાના ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે ૨૦ વર્ષીય યુવકને હત્યા કરી સળગાવી દેવાના પ્રકરણમાં પોલીસે એક સગીર અને એક બાળ કિશોર અટકાયત કરીને કાયદાકીય કાર્યવાહી હાથધરીને ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ ઉકેલી નાખ્યો છે. લગ્નના ગરબા જોવાનું કહી યુવક બહાર નીકળ્યો હતો
ગતરોજ ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે બળીયાદેવ મંદિરના બાજુના આવેલ બાકડા પર જૈમીન કુમાર કિરણસિંહ ગોહિલ રહે સાંઢાસાલ તા ડેસરની હત્યા કરાવીને સળગાવી દીધેલી લાશ મળી હતી,
બનાવના પગલે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને ડેસર પોલીસની વિવિધ ટીમોએ તપાસ આરંભી હતી, મૃતક જૈમીન ગોહિલ બનાવની રાત્રે ગામમાં લગ્ન હોય ગરબા જોવા માટે જઉ છું કેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને ત્યારબાદ પરત ફર્યો ન હતો અને સવારે ગામના સ્મશાન પાસે આવેલા બાંકડા ઉપર અર્ધ બળેલ હાલતમાં લાશ મળી હતી જેને મૃતકના પિતાએ ઓળખી બતાવી હતી.
જીલ્લા એલસીબીની ટીમે પોતાના દ્વારા અને મોબાઈલ સર્વેલન્સ દ્વારા ખૂટતી કડીઓ ભેગી કરી હતી અને શંકાની સોય ચિરાગ જગદીશભાઈ પરમાર રહે સાંઢાસાલ નદી વાળું ફળિયું તથા મરણ જનારના મિત્ર વર્તુળમાં બાળકિશોર આરોપી કાયદાના સંઘર્ષમાં શકદાર તરીકે બે જણ જણાઈ આવ્યો હતો પોલીસની ટીમે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બાળકિશોર આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને કબુલાત મુજબ મૃતક જૈમીન કિશોર આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ રાખતો હતો અને જેથી પોતાની બહેન સાથે સંબંધ નહીં રાખવા બાબતે સમજાવ્યો હતો અને બનાવની રાત્રે પણ વાતચીત કરવા બોલાવ્યો હતો તે દરમિયાન બનાવ વાળી જગ્યાએ બોલાચાલી થઈ હતી અને આરોપીએ આવેશમાં આવી મૃતક જયમીનના માથાના ભાગે લાકડાનો ડંડો મારીને લોહી લુહાણ કરી દીધો હતો.
ત્યારબાદ પોતાની પાસે રહેલ બોટલમાં ભરેલ પેટ્રોલ છાંટીને જૈમીનના મૃતદેહને સળગાવી દીધો હતો અને ફરાર થઈ ગયો હતો ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથધરી છે, આમ ડેસર પોલીસે હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો અને આરોપી ચિરાગ જગદીશ પરમાર સામે કાર્યવાહી હાથધરી છે જ્યારે અન્ય સહ આરોપી સગીર હોય તેને ડીટેઇન કર્યો છે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
