હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડોદરાના વિવિધ વિસ્તારોમાં ૧૫ ટીમો દ્વારા ૧૭૦૦ શકમંદોની તપાસ
૬૬ શકમંદોની તપાસ માટે પોલીસની ટીમ બંગાળની સરહદે પહોંચશેઃપોલીસને અત્યાર સુધીમાં ૯ બાંગ્લાદેશી હાથ લાગ્યા છે

વડોદરા: વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા ૭૨ કલાકથી બાંગ્લાદેશી તેમજ પાકિસ્તાની ઘુસણખોરો ને શોધવા જુદા જુદા વિસ્તારોમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં તાંદલજા, આજવા રોડ, નવા યાર્ડ, સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા, ફતેગંજ જેવા વિસ્તારોમાં ૧૭૦૦ લોકોને તપાસવામાં આવ્યા છે.
વડોદરા પોલીસની જુદી જુદી ૧૫ ટીમો દ્વારા શંકાસ્પદ જણાતા લોકોને વેરિફિકેશન માટે નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે અને જેમની રાષ્ટ્રીયતા મળી આવે છે તેઓને જવા દેવામાં આવે છે.
પોલીસ કમિશનરે કહ્યું છે કે, વડોદરામાં ૯ બાંગ્લાદેશી મળી આવ્યા છે. જેમની પાસે જુદા જુદા દસ્તાવેજો મળી આવ્યા છે. આ તમામ ડોક્યુમેન્ટ્સની તપાસ માટે અલાયદી ટીમો રચવામાં આવી છે. તેઓ વડોદરામાં ક્યારથી આવ્યા અને કયા રૃટ મારફતે આવ્યા છે.. તેમની સાથે બીજા કેટલા લોકો આવ્યા છે અને સગા સંબંધીઓ ક્યાં રહે છે તે તમામ માહિતી પોલીસ એકત્રિત કરશે.
વડોદરા પોલીસે તપાસ અભિયાન જારી રાખ્યું છે. આ દરમિયાન કુલ ૬૬ શંકાસ્પદ શખ્સો મળી આવ્યા છે. જેમની પાસેથી મળેલા બંગાળની બોર્ડર વિસ્તારના પુરાવાની ખરાઈ કરવા માટે પોલીસની એક ટીમ ટૂંક સમયમાં જ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં જઈ તપાસ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
