News of Tuesday, 29th April 2025
નર્મદા જિલ્લામાં જીઓર અને કંથરપુરા ગ્રામ પંચાયતમાં બાળ સભાનું આયોજન

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નાંદોદ તાલુકાની જીઓર પંચાયત અને તિલકવાડા તાલુકાની કથરપુરા પંચાયતમાં બાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની મુખ્ય થીમ બાળ હિતેશી પંચાયત હતી જેમાં પીરામલ ફાઉન્ડેશન દ્વારા અમન આર્યા ચિલ્ડ્રન રાઈડ્સ એન્ડ સ્પોન્સર સત્ર લઈને બાળકોને જાગૃત કર્યા.બાળસભામાં બાળકોએ બંને પંચાયત મળીને 39 બાળકોએ અલગ-અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને પોતાની પંચાયત અને શાળાના સપનાની વાત કરી. બાળકોએ સફાઈ, પુસ્તકાલય, રમત મેદાન , પાર્ક અને આરોગ્ય સેવાઓ જેવી માંગણીઓ પંચાયત સમક્ષ રજુ કરી.
કથરપુરા ગ્રામ પંચાયત ના સરપંચ કપિલાબેન બારિયા એ બાળકોની વાત ધ્યાનથી સાંભળી અને તેમની માંગણીઓને સ્વીકારી, જીઓર ગ્રામ પંચાયત ના સરપંચ નિમિષાબેન તડવી એ કહ્યું કે બાળકો આપણા ભવિષ્યના નેતાઓ છે અને પંચાયત તેમના સપનાઓને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરશે. કંથરપુરા સ્કૂલના હેડ માસ્ટર દક્ષાબેન પણ હાજરી રહ્યા અને બાળકોને ગ્રામસભા તથા બાળ સભા ના મહત્વ વિશે પણ પ્રકાશ પાડ્યો. આ કાર્યક્રમ માં પિરામલ ફાઉન્ડેશનની ટીમે સંચાલિત કર્યો હતો, જેમાં પ્રોગ્રામ લીડર કૃષ્ણા ભાવસાર , રેણુકા બિગોર્દિય અને ગાંધી ફેલો અમન, પ્રીતિ અને મહક જોડાયા હતા. બાળ સભાથી ગામમાં બાળકોના આત્મવિશ્વાસ અને ભાગીદારીનો સંદેશ ફેલાયો.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
