News of Tuesday, 29th April 2025
રાજપીપળા પાસેના ગામમાં જેઠ ભાભી વચ્ચેની તકરારનું સુખદ સમાધાન કરાવતી 181 અભયમ ટીમ

(ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાંથી એક મહિલાનો 181 અભયમ પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના જેઠ નશો કરી આવીને ઝગડો કરે છે અને ઘરમાંથી કાઢી મૂકે છે આ સાંભળીને રાજપીપલા 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બન્ને પક્ષોનું કાઉંન્સેલિંગ કરી સમજાવીને સમાધાન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર પીડિત મહિલા જણાવતા કે તેમનું દોઢ વર્ષનું એક બાળક છે અને ખેતીકામ કરી જીવન ગુજરાન ચલાવીએ છીએ. મારા સાસુ ખેતીકામ માટે બીજા ગામ જ રહે છે.જેથી હું, મારા પતિ, મારા બાળક તેમજ જેઠ સાથે ભેગા રહીએ છીએ. રોજ જમવાનું બનાવીને આપું એમના કપડાં ધોઈ આપું છું છતાં પણ મને મારા ચારિત્ર્યને લઈને ખરાબ અપશબ્દો બોલે છે. અને મારા ઘરમાંથી નીકળી જાવ તમારો બધો સામાન ઘરમાંથી કાઢો કહીને રોજ ઝગડા કરે છે. જેથી મને ખોટું લાગતા બે દિવસ થી મેં એમને જમવાનું નથી આપ્યું. તો રાત્રે મારા અને મારા પતિ સાથે ઝગડો કરતા ઘરમાં ઊંઘવા પણ દેતા ન હતા. આથી કંટાળીને મારા પતિ મને મૂકી ને મામાને ત્યાં જતા રહ્યા અને હું મારા બાળક સાથે એકલી હતી અને મારા સાથે ઝગડો કરી ઘર બહાર કાઢી મૂકેલ ત્યારબાદ મેં અભયમ ટીમની મદદ માગી.
ત્યારબાદ સામાપક્ષનું કાઉન્સેલિંગ કરતા તેઓ જણાવતા કે મારા મમ્મી અહીં રહેતા નથી હું પણ ખેતી કામ જ કરું છું. મારા ભાઈના પત્ની પિયર જતા રહે છે. અહીં આવે તો મને જમવાનું નથી આપતા. મારા કપડા નથી ધોતા. મારા સાથે બોલચાલ નથી રાખતા મેહનત કરીને મેં આ ઘર બનાવેલું. અને મારા સાથે આમ વર્તન કરે માટે હું એમને રહેવા નથી દેતો. ત્યારબાદ બન્ને પક્ષો નું કાઉંન્સેલિંગ કર્યું અને અપશબ્દો કે ઘરમાંથી કાઢી ન મૂકે તેમજ મહિલાને પણ સમજાવ્યું કે હવે પછી તેમને જમવાનું આપે. બન્ને પક્ષો સમજીને સારી રીતે રહે. બન્ને પક્ષો આ અંગે સારી રીતે રહીશું તેમ બાહેંધરી આપતા લખાણ લઈ સમાધાન કરાવ્યું હતું
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
