હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નર્મદા પંચકોષી પરિક્રમામાં 30 દિવસમાં દસ લાખ જેવા પરિક્રમા વાસીઓએ પરિક્રમા પૂર્ણ કરી
પરિક્રમા દરમિયાન પોલીસ, આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વિભાગની ખૂબ સરાહનીય કામગીરી:વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પણ સમગ્ર પરિક્રમા માં તંત્રની વ્હારે રહી મદદરૂપ બન્યા:આ વર્ષે નર્મદા પરિક્રમા કરવા ભક્તોની વધેલી સંખ્યાની સાથે સાથે દોઢ વર્ષથી લઈ પાંચ વર્ષની ઉંમરના નાનકડા ભૂલકાઓએ પણ આખી પરિક્રમા પૂર્ણ કરી એ સૌથી મોટું આકર્ષણ રહ્યું

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદાની પંચકોષી પરિક્રમા 27 એપ્રિલના રોજ પૂર્ણ થઈ છે. ચૈત્રવદ અમાસના રોજ આ પરિક્રમાનો છેલ્લો દિવસ હોય રવિવારે રાત્રે 12:00 વાગે પરિક્રમા પૂર્ણ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં દસ લાખ જેટલા ભક્તોએ પરિક્રમાનો લાભ લીધો. આ વર્ષે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ બોર્ડ, નર્મદા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન તમામે ખૂબ મહેનત કરીને તમારી આસ્થા અમારી સુવિધાના સ્લોગન પર સુવિધાઓનો વધારો કર્યો આ 30 દિવસ ચાલેલી પરિક્રમામાં ભક્તો ખૂબ શ્રદ્ધાથી અને માતાની ભક્તિ કરતા પરિક્રમા પૂર્ણ કરી છે. અત્યાર સુધી કોઈપણ ઘટના બની નથી માતાએ પરિક્રમા કરનાર તમામ ભક્તોને મદદ કરી એવી ભક્તોનું કહેવું છે.
કોઈ ભક્તોએ એકવાર પરિક્રમા કરી કોઈ 3 વાર કોઈ 5 વાર 9વાર કોઈ 11 વાર તો કોઈ 15 વાર પરિક્રમા કરનારા ભક્તોએ આ પરિક્રમા કરી છે
પરિક્રમાના અંતિમ દિવસે ડાકોરથી પરિક્રમા માટે આવેલા એક ભક્ત ગુમ થયા હતા, જોકે તેમના પરિવારે તેમને શોધવા તાત્કાલિક સોશિયલ મીડિયામાં ફોટો અને કોન્ટેક્ટ નંબર સાથે પોસ્ટ મૂકી હતી અને તેમના ભાઈ ખુદ તેમને આખી પરિક્રમામાં શોધી રહ્યા બાદ અંત માં તેમને કલાકો માં શોધી કાઢ્યા હતા જોકે આ મુદ્દે પોલીસમાં કોઈ રિપોર્ટ લખાવ્યો ન હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
