News of Tuesday, 29th April 2025
ભોરઆમલી ગામમાં નજીવી બાબતે પત્નીએ દવા ગટગટાવતા સારવાર હેઠળ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ભોરઆમલી ગામમાં નજીવી બાબતે પત્નીએ દવા ગટગટાવતા તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા
મળતી વિગતો અનુસાર સાગબારા પોલીસ મથકે જાહેરાત આપનાર ભુમિકાબેન મંગળદાસ ગણપતભાઇ વસાવા (ઉ.વ.-૩૩)( રહે.ભોરઆમલી ભાથીજી મંદિર ફળીયુ, તા.સાગબારા, જીલ્લો નર્મદા )તેઓ પોતાના ઘરમા સાફ સફાઇનું કામ કરતા હતા તે વખતે તેમનાથી ભુલમાં ઘરમાં રહેલ ટેબલ જોરથી ખસેડાઇ જતા અવાજ થતા તેમના પતિ મંગળદાસ એ તેમને મોટા અવાજમા ઠપકો આપતા પત્ની ને મનમા લાગી આવતા પોતાની જાતે ઘરની આગળ આવેલ બાથરૂમમાં જઇ લાઇઝોલની બોટલમાંથી બે ઘુટ જેટલુ લાઇઝોલ પી લેતા હાલ સારવાર હેઠળ છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
