News of Tuesday, 29th April 2025
ગુજરાતમાં વિઝીટર વિઝા પર આવેલા 7 પાકિસ્તાનીઓને પરત મોકલી દેવાયા
ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીને લઇ રાજ્યમાં સર્ચ ઓપરેશન: કુલ 6500 લોકોને ડિટેન કરાયા : અમદાવાદમાંથી કુલ 890 બાંગ્લાદેશી લોકો અને સુરતમાં 145 લોકોને ડિટેન કરાયા જેમાં કુલ 450 લોકો બાંગ્લાદેશી નીકળ્યા

અમદાવાદ : ગુજરાતમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીને લઇ રાજ્યમાં જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમાં કુલ 6500 લોકોને ડિટેન કરવામાં આવ્યા હોવાનું ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે ખેડા ખાતે જણાવ્યું હતું. અમદાવાદમાંથી કુલ 890 બાંગ્લાદેશી લોકો ડિટેન કરવામાં આવ્યા હતા. સુરતમાં 145 લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 450 લોકો બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું છે. જેને લઇ કેન્દ્રીય સંસ્થા સાથે સંકલન કરીને આવા લોકોને પરત બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ વિકાસ સહાયે જણાવ્યું હતું. રાજ્યમાં કુલ 7 પાકિસ્તાની નાગરિકો વિઝીટર વિઝા પર આવ્યા હતા તેઓને પરત મોકલી દેવામાં આવ્યા છે તેમ પણ તેમણે કહ્યું હતું
(1:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
